ETV Bharat / business

Stock Market Live: દિવસના અંતે જોવા મળી મજબૂતી, સેન્સેક્સ 153 અને નિફ્ટી માત્ર 27 પોઈન્ટ ઉછળ્યો - એમેઝોન અને ફ્યૂચર ડીલ મામલો

સપ્તાહના પહેલા દિવસે આજે શેર બજાર (Stock Market) મજબૂતી સાથે બંધ થયું છે. એટલે આજે દિવસભર શેર બજારમાં (Stock Market) સારી રિકવરી જોવા મળી હતી. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 153.43 પોઈન્ટ (0.27 ટકા)ના વધારા સાથે 57,260.58ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 27.50 પોઈન્ટ (0.16 ટકા)ના ઉછાળા સાથે 17,054.00ના સ્તર પર બંધ થયો છે.

Stock Market Live: દિવસના અંતે જોવા મળી મજબૂતી, સેન્સેક્સ 153 અને નિફ્ટી માત્ર 27 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Nov 29, 2021, 4:07 PM IST

  • સપ્તાહના પહેલા દિવસે મજબૂતી સાથે બંધ થયું શેર બજાર
  • દિવસના અંતે શેર બજારમાં સારી રિકવરી જોવા મળી
  • સેન્સેક્સ 153.43 અને નિફ્ટી 27.50 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે ભારતીય શેર બજારની (Stock Market) શરૂઆત ભલે નબળી થઈ હતી, પરંતુ આજે શેર બજાર (Stock Market) મજબૂતી સાથે બંધ થયું છે. એટલે આજે દિવસભર શેર બજારમાં (Stock Market) સારી રિકવરી જોવા મળી હતી. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 153.43 પોઈન્ટ (0.27 ટકા)ના વધારા સાથે 57,260.58ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 27.50 પોઈન્ટ (0.16 ટકા)ના ઉછાળા સાથે 17,054.00ના સ્તર પર બંધ થયો છે. એટલે કે દિવસના અંતે સેન્સેક્સ-નિફ્ટી બંને લીલા નિશાન પર બંધ થવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચોઃ Airtel પછી હવે Vodafone-Ideaની મોબાઈલ સેવાઓની કિંમતમાં 25 ટકાનો વધારો થતા ગ્રાહકોને ઝટકો

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સ (Top Gainers Shares) પર નજર કરીએ તો, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 2.82 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 2.08 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 1.94 ટકા, ટીસીએસ (TCS) 1.60 ટકા, વિપ્રો (Wipro) 1.47 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સ (Top Losers Shares) પર નજર કરીએ તો, બીપીસીએલ (BPCL) -2.49 ટકા, સન ફાર્મા (Sun Pharma) -2.12 ટકા, યુપીએલ (UPL) -2.05 ટકા, ઓએનજીસી (ONGC) -2.04 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -2.03 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચોઃ Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો IPO 1 ડિસેમ્બર, 2021ના રોજ ખુલશે

સુપ્રીમ કોર્ટે એમેઝોનને આપી વચગાળાની રાહત

સુપ્રીમ કોર્ટે (Supreme Court) એમેઝોન અને ફ્યૂચર ડીલ મામલામાં (Amazon and Future Deal Matters) એમેઝોનને વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે CCIને ડીલ પર નિર્ણય લેવા માટે 2 સપ્તાહનો સમય આપ્યો છે. હવે CCIને 15 ડિસેમ્બર સુધી ડીલ પર નિર્ણય લેવો પડશે. આપને જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટે 29 નવેમ્બર સુધી CCIને નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. CCIના આદેશ પર એમેઝોન પ્રતિબંધ ઈચ્છતું હતું. એમેઝોન ફ્યૂચર ડીલ મામલામાં એમેઝોનને વચગાળાની રાહત મળી છે.

સેન્સેક્સઃ +153.43

ખૂલ્યોઃ 57,028.04

બંધઃ 57,260.58

હાઈઃ 57,626.51

લોઃ 56,382.93

NSE નિફ્ટીઃ +27.50

ખૂલ્યોઃ 17,055.80

બંધઃ 17,053.95

હાઈઃ 17,160.70

લોઃ 16,782.40

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.