ETV Bharat / business

Stock Market India: US ફેડના કારણે સ્ટોક માર્કેટને પડ્યો ફટકો, સેન્સેક્સ 581 અને નિફ્ટી 167 પોઈન્ટ ઘટ્યો - ઈમેજિન માર્કેટિંગનો આઈપીઓ

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ફરી એક વાર સ્ટોક માર્કેટ (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 581.21 પોઈન્ટ (1.0 ટકા)ના ઘટાડા સાથે 57,276.94ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 167.80 પોઈન્ટ (0.97 ટકા)ના ઘટાડા સાથે 17,110.15ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: US ફેડના કારણે સ્ટોક માર્કેટને પડ્યો ફટકો, સેન્સેક્સ 581 અને નિફ્ટી 167 પોઈન્ટ ઘટ્યો

author img

By

Published : Jan 27, 2022, 4:50 PM IST

અમદાવાદઃ યુ.એસ. ફેડ દ્વારા માર્ચમાં વ્યાજ દરોમાં વધારાના સંકેતના કારણે આજે ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત નબળી રહી હતી. જોકે, દિવસ દરમિયાન બજારમાં નીચલા સ્તરથી રિકવરી જોવા મળી અને નિફ્ટી નીચલા સ્તરથી 250 પોઈન્ટ સુધરીને બંધ થયો છે. તો નિફ્ટી બેન્ક નીચલા સ્તરથી 1,050 પોઈન્ટ સુધરીને બંધ થયો છે. જોકે, દિવસભરની ભારે ઉથલપાથલની વચ્ચે વેપારના અંતે સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર બંધ થયા છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Market) 581.21 પોઈન્ટ (1.0 ટકા)ના ઘટાડા સાથે 57,276.94ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Market) 167.80 પોઈન્ટ (0.97 ટકા)ના ઘટાડા સાથે 17,110.15ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-Union Digital Budget 2022: કેન્દ્ર સરકાર સતત બીજા વર્ષે રજૂ કરશે ડિજિટલ બજેટ, શું હશે વિશેષતા, જુઓ

બોટની પેરન્ટ કંપની લાવશે IPO, SEBIમાં દાખલ કરી અરજી

બોટ બ્રાન્ડ અંતર્ગત દેશમાં હેડફોન અને સ્માર્ટ વોચનું વેચાણ કરતી કંપનીની પેરન્ટ કંપની ઈમેજિન માર્કેટિંગ (Imagine Marketing IPO)એ પોતાના 2,000 કરોડ રૂપિયાના IPO માટે SEBIમાં ડ્રાફ્ટ પેપર રજૂ કર્યા છે. કંપનીના આ IPOમાં 9 અબજ રૂપિયાની ફ્રેશ (Imagine Marketing IPO) ઈશ્યુ હશે. જ્યારે 11 અબજ રૂપિયાની ઓફર ફોર સેલ હશે. IPOના ઓફ ફોર સેલમાં સાઉથ લેક ઈન્વેસ્ટમેન્ટ 8 અબજ રૂપિયાના શેર્સનું વેચાણ કરશે. જ્યારે એક્સિસ કેપિટલ (Axis Capital), બોફા સિક્યોરિટીઝ (BoFA Securities), ક્રેડિટ સુઈસ સિક્યોરિટીઝ (Credit Suisse Securities), આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ (ICICI Securities) આ IPOના બુકરનિંગ લીડ મેનેજર છે. IPOથી મળનારા નાણાનો ઉપયોગ કંપની પોતાના દેવાની ચૂકવણી માટે કરશે.

આ પણ વાંચો- Pre Budget 2022: ભાવનગરના અલંગ ઉદ્યોગમાં આવનાર બજેટમાં કયા પ્રકારની કરાઇ માગ જાણો તે બાબતે...

આજે સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, એક્સિસ બેન્ક (Axis Bank) 2.88 ટકા, એસબીઆઈ (SBI) 2.78 ટકા, સિપ્લા (Cipla) 2.42 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 2.53 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 1.87 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, એચસીએલ ટેક (HCL Tech) - 4.09 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -3.67 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs), ટીસીએસ (TCS) -3.20 ટકા, વિપ્રો (Wipro) -3.19 ટકા ગગડ્યા છે.

સેન્સેક્સઃ -581.21

ખૂલ્યોઃ 57,317.38

બંધઃ 57,276.94

હાઈઃ 57,508.61

લોઃ 56,439.36

NSE નિફ્ટીઃ -167.80

ખૂલ્યોઃ 17,062.00

બંધઃ 17,110.15

હાઈઃ 17,182.50

લોઃ 16,866.75

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.