- સપ્તાહના ત્રીજા દિવસ મજબૂતી સાથે બંધ થયું શેર બજાર
- સેન્સેક્સ 619.92 અને નિફ્ટી 183.70 પોઈન્ટ ઉછળ્યો
- વીકલી એક્સપાયરી પહેલા બેન્કિંગ શેર્સે બજારમાં જોશ ભરવાનું કામ કર્યું
અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે મજબૂતી સાથે શરૂ થયેલું શેર બજાર (Stock Market India) ઉછાળા સાથે જ બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 619.92 પોઈન્ટ (1.09 ટકા)ના વધારા સાથે 57,684.79ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 183.70 પોઈન્ટ (1.08 ટકા)ના ઉછાળા સાથે 17,166.90ના સ્તર પર બંધ થયો છે. વીકલી એક્સપાયરી પહેલા બેન્કિંગ શેર્સે બજારમાં જોશ ભરવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો- પ્રત્યક્ષ વિદેશી રોકાણના માત્ર 29 જોગવાઈ જ મંજૂરી માટે પેન્ડિંગઃ DPIIT સચિવ
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સ પર (Top Gainers Shares) નજર કરીએ તો, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 5.74 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 4.73 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 3.65 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 3.63 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 3.52 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 4 શેર્સ પર (Top Losers Shares) નજર કરીએ તો, કિપ્લા (Cipla) -4.44 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -2.59 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -1.50 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) -1.49 ટકા, સન ફાર્મા (Sun Pharma) -1.09 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો- 16 તણાવગ્રસ્ત સહકારી બેન્કોના ગ્રાહકોને મળશે 5 લાખ રૂપિયા જમા વીમા કવચ
સરકારને નવેમ્બરમાં GSTની અધધ 1.31 લાખ કરોડ રૂપિયાની આવક
સરકારને નવેમ્બર મહિનામાં GSTની સારી આવક થઈ છે. આ મહિનામાં ગ્રોસ GST (ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ) કલેક્શન 1,31,526 કરોડ રૂપિયા રહ્યું છે. એટલે કે આ ગયા મહિને ઓક્ટોબર 2021માં થયેલા જીએસટી કલેક્શનથી ઘણું વધારે છે. સાથે જ આ વર્ષ 2017માં જીએસટી લાગુ થયા પછીથી અત્યાર સુધીનું સૌથી મોટું કલેક્શન છે. નવેમ્બર 2021માં જીએસટી કલેક્શન, ગયા વર્ષના આ મહિનામાં એકત્રિત થયેલી રકમથી લગભગ 25 ટકા અને તેના ગયા વર્ષના આ મહિનાથી લગભગ 27 ટકા વધુ છે.
ગ્રાફિક્સઃ
સેન્સેક્સઃ +619.92
ખૂલ્યોઃ 57,365.85
બંધઃ 57,684.79
હાઈઃ 57,846.45
લોઃ 57,346.78
NSE નિફ્ટીઃ +183.70
ખૂલ્યોઃ 17,104.40
બંધઃ 17,166.90
હાઈઃ 17,213.05
લોઃ 17,064.25