અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઘટાડા સાથે થયું હતું, પરંતુ દિવસભરની ઉથલપાથલ પછી ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 295.93 પોઈન્ટ (0.52 ટકા)ના વધારા સાથે 57,420.24ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 82.50 પોઈન્ટ (0.49 ટકા)ની મજબૂતી સાથે 17,086.25ના સ્તર પર બંધ થયો છે.
IT ઈન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયો
આજે ફાર્મા, આઈટી શેર્સમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. જ્યારે IT ઈન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયો છે. આજના વેપારમાં રિયલ્ટી, બેન્કિંગ શેર્સ ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે મેટલ, FMCG શેર્સ પર દબાણ જોવા મળ્યું હતું. દિગ્ગજોની સાથે જ મિડકેપ, સ્મોલકેપ શેર્સમાં તેજી જોવા મળી હતી. તો BSEનો મિડકેપ ઈન્ડેક્સ 0.27 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.52 ટકાના વધારા સાથે બંધ થયો છે.
આ પણ વાંચો- Worrying News for Middle Class People: હીરો મોટોકોર્પ, ફોક્સવેગન જાન્યુઆરીથી વાહનોના ભાવ વધારશે
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 3.44 ટકા, કિપ્લા (Cipla) 2.26 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) 2.06 ટકા, યુપીએલ (UPL) 1.75 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 1.44 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, હિન્દલ્કો (Hindalco) -1.42 ટકા, ઓએનજીસી (ONGC) -0.83 ટકા, બ્રિટેનિયા (Britannia) -0.91 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -0.52 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -0.43 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો- Senior Citizen Savings Scheme: વૃદ્ધાવસ્થામાં મદદ અને રક્ષણ આપે તેવી બચત યોજના વિશે જાણો
ઓમિક્રોનની રોકાણ પર અસર
વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ (Omicron Cases in the world) સતત વધી રહ્યા છે. દેશમાં પણ અત્યારે ઓમિક્રોનના કેસની સંખ્યા 578 પર પહોંચી છે ત્યારે રોકાણકારોની માગમાં ઘટાડો (Impact of Omicron's investment) થવાની આશંકા છે. છેલ્લા 3 દિવસોમાં US એરલાઈન્સે હજારો ફ્લાઈટ્સ રદ કરી છે. એશિયા, ચીનમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અત્યારે ચીનના ઝિયાન શહેરમાં કોરોનાના કેસ 21 મહિનામાં સૌથી વધુ છે. સપ્યાલમાં ઘટાડાના કારણે નેચરલ ગેસની કિંમત સતત વધી રહી છે. તો હવે 4 જાન્યુઆરી એ ઓપેક પ્લસની (OPEC Plus) બેઠક યોજાશે. તો આ તરફ બ્રેન્ટનો ભાવ પણ 76થી નીચે ગગડ્યો છે. બ્રેન્ટ 75.66 ડોલર સ્તર પર પહોંચી શક્યો છે. બ્રેન્ટ 3 દિવસમાં 1 ટકાથી વધુ તૂટ્યો છે. WTIએ 72.88 ડોલરના સ્તરને પાર કર્યો છે. જ્યારે MCX પર પણ ક્રુડમાં સામાન્ય દબાણ જોવા મળી રહ્યું છે.
સેન્સેક્સઃ +295.93
ખૂલ્યોઃ 56,948.33
બંધઃ 57,420.24
હાઈઃ 57,512.01
લોઃ 56,543.08
NSE નિફ્ટીઃ +82.50
ખૂલ્યોઃ 16,937.75
બંધઃ 17,086.25
હાઈઃ 17,112.05
લોઃ 16,833.20