અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,012.22 પોઈન્ટ (1.86 ટકા)ની મજબૂતી સાથે 55,542.13ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 264.60 પોઈન્ટ (1.68 ટકા)ના ઉછાળા સાથે 16,480.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- Ukraine Russia Crisis : રશિયા યુક્રેનના યુદ્ધથી ભારતમા થઇ શકે છે આ જીવનજરૂરી વસ્તુઓ મોઘી
આજે આ શેર ચર્ચામાં રહેશે
આજે દિવસભર સૌથી વધુ વિપ્રો (Wipro), ઈન્ફોસિસ (Infosys), જિલેટ ઈન્ડિયા (Gillette India), એનએચપીસી (NHPC), લિન્ડે ઈન્ડિયા (Linde India) જેવા શેર ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો- ULIPમાં રોકાણ કરતા પહેલા આ બાબત જાણવી ખુબ જરૂરી, થશે મોટો ફાયદો
વૈશ્વિક બજાર પર નજર
વૈશ્વિક બજાર પર (World Stock Market) નજર કરીએ તો, આજે એશિયન બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 275 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 1.47 ટકાના ઉછાળા સાથે 26,353.58ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1.42 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.09 ટકાના ઉછાળા સાથે 17,610.07ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સાથે જ હેંગસેંગ 0.50 ટકાના ઘટાડા સાથે 22,786.06ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 1 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 1.12 ટકાના વધારા સાથે 3,465.76ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.