ETV Bharat / business

Stock Market India: સામાન્ય ઉછાળા સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 85 અને નિફ્ટી 45 પોઈન્ટ વધ્યા - યુનિયન બજેટ 2022

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) સામાન્ય ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 85.26 પોઈન્ટ (0.14 ટકા)ના ઉછાળા સાથે 61,235.30ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 45.45 પોઈન્ટ (0.25 ટકા)ના વધારા સાથે 18,257.80ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: સામાન્ય ઉછાળા સાથે બંધ થયું સ્ટોક માર્કેટ, સેન્સેક્સ 85 અને નિફ્ટી 45 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Jan 13, 2022, 4:26 PM IST

Updated : Jan 13, 2022, 6:06 PM IST

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) સામાન્ય ઉછાળા સાથે બંધ થયું છે. જોકે, આજે દિવસભર સેન્સેક્સ અને નિફ્ટીમાં કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો નથી. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 85.26 પોઈન્ટ (0.14 ટકા)ના ઉછાળા સાથે 61,235.30ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 45.45 પોઈન્ટ (0.25 ટકા)ના વધારા સાથે 18,257.80ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે દિવસભર સેન્સેક્સ 61,200ના સ્તર પર જ જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ 18,200ની સપાટી પકડી રાખી હતી.

આ પણ વાંચોઃ Invest in Silver ETFs: સોના પછી હવે તમે સિલ્વર ETFમાં પણ કરી શકો છો રોકાણ

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, ટાટા સ્ટીલ (Tata Steel) 6.45 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 4.69 ટકા, સન ફાર્મા (Sun Pharma) 3.50 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) 3.39 ટકા, યુપીએલ (UPL) 2.26 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, વિપ્રો (Wipro) -6.02 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -2.47 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) -1.84 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -1.55 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -1.53 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચોઃ Startup India Innovation Week Launch: આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનું પ્રતીક 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા'એ બનવું જોઈએઃ ગોયલ

અન્ય જાણવા જેવું

ICICI બેન્કે ક્રેડિટ કાર્ડની લેટ ફીમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર 10 ફેબ્રુઆરી 2022થી લાગુ થશે. તો આગામી સામાન્ય બજેટમાં (Union Budget 2022) નાણા પ્રધાન નિર્મલા સીતારમણ ભારતના કેપેક્સ સાઈકલમાં વધારા સાથે ફિસ્કલ કન્સોલિડેશન માટે રોડમેપની જાહેરાત કરી શકે છે. આ સાથે જ કેપિટલ એક્સપેન્ડિચર અને હેલ્થકેર સ્કિમ્સ માટે વધુ બજેટની જોગવાઈ કરવામાં આવી શકે છે. બીજી તરફ 80 સી અંતર્ગત PPF લિમિટ 1.5 લાખ રૂપિયાથી વધવાનું અનુમાન છે. જોકે, ગયા બજેટમાં આ અંગે કોઈ જાહેરાત કરવામાં નહતી આવી.

સેન્સેક્સઃ +85.26

ખૂલ્યોઃ 61,259.99

બંધઃ 61,235.30

હાઈઃ 61,348.57

લોઃ 60,949.81

NSE નિફ્ટીઃ +45.45

ખૂલ્યોઃ 18,257.00

બંધઃ 18,257.80

હાઈઃ 18,272.25

લોઃ 18,163.80

Last Updated : Jan 13, 2022, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.