અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) મોટા કડાકા સાથે બંધ થયું છે, જેના કારણે રોકાણકારો નિરાશ જોવા મળ્યા હતા. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 427.44 પોઈન્ટ (0.72 ટકા)ના ઘટાડા સાથે 59,037.18ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 139.85 પોઈન્ટ (0.79 ટકા) ગગડીને 17,617.15ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો- Health Insurance at an Early Age: નાની વયે આરોગ્ય વીમો ખરીદવો કેમ ફાયદાકારક હોય છે, જાણો
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, બજાજ ઓટો (Bajaj Auto) 3.67 ટકા, એચયુએલ (HUL) 3.02 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 1.79 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 1.57 ટકા, નેશલે (Nestle) 1.13 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -5.09 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -4.61 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -4.50 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) -3.70 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -3.25 ટકા ગગડ્યા છે.
નિષ્ણાતોના મતે
વેલ્થસ્ટ્રિટના કો ફાઉન્ડર અજય સરાઓગીએ (Experts on Stock Market) જણાવ્યું હતું કે, ઘટાડે IT કાઉન્ટર્સમાં ખરીદવાનું સૂચન છે. અગ્રણી IT કંપનીઓના પરિણામો જોતા આગામી 2-3 વર્ષો માટે ટોચની IT કંપનીઓ સારા પરિણામો દર્શાવવાનું જાળવી શકે છે. આમ, વર્તમાન સ્તરેથી દરેક ઘટાડે તેમાં તબક્કાવાર ખરીદી કરી શકાય. IT ક્ષેત્રે મિડ કેપ્સ કરતાં લાર્જ કેપ્સમાં એક્સપોઝર વધુ વળતરદાયી બની શકે એમ જણાય છે. કેમ કે, છેલ્લાં 2 વર્ષોમાં મિડ કેપ IT કાઉન્ટર્સ નોંધપાત્ર સુધારો દર્શાવી ચૂક્યાં છે. જ્યારે લાર્જ-કેપ્સને હવે તેમની કેપેબિલિટીઝનો લાભ મળી રહ્યો છે.
આ પણ વાંચો- Union Budget Tax on Crypto: ક્રિપ્ટો બિઝનેસ પર ટેક્સ, તેને વિશેષ હેઠળ લાવવાનું વિચારી શકાય છે
મેટલ કાઉન્ટર્સ નવા સુધારા માટે તૈયાર જણાય છે
વેલ્થસ્ટ્રિટના કો ફાઉન્ડર અજય સરાઓગીએ (Experts on Stock Market) વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી બેન્કિંગ ક્ષેત્રે પણ HDFCના પરિણામોએ દર્શાવ્યું છે કે, રિટેલ ક્રેડિટ ગ્રોથ ફરી પરત ફર્યો છે. આમ, અગ્રણી બેન્કિંગ કંપનીઓમાં ઘટાડે ખરીદીનું વિચારી શકાય. મેટલ કાઉન્ટર્સ તેમની ટોચથી નોંધપાત્ર કરેક્ટ અને કોન્સોલિડેટ થયા બાદ ફરી નવા સુધારા માટે તૈયાર જણાય છે. તો પસંદગીના કાઉન્ટર્સમાં ખરીદીનું વિચારી શકાય. મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સથી દૂર રહેવાની સલાહ છે. કેમ કે, તેઓ નોંધપાત્ર રન દર્શાવી ચૂક્યા છે. માર્કેટમાં વોલેટિલિટી ઊંચી જળવાશે અને તે વખતે આ કાઉન્ટર્સમાં નોંધપાત્ર વેલ્યૂ ઘોવાણ થઈ શકે છે. માર્કેટમાં ઊંચી લેવરેજ પોઝિશન ટાળવાનું સૂચન છે.
સેન્સેક્સઃ -427.44
ખૂલ્યોઃ 59,039.37
બંધઃ 59,037.18
હાઈઃ 59,329.63
લોઃ 58,620.93
NSE નિફ્ટીઃ -139.85
ખૂલ્યોઃ 17,613.70
બંધઃ 17,617.15
હાઈઃ 17,707.60
લોઃ 17,485.85