અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,328.61 પોઈન્ટ (2.44 ટકા)ના ઉછાળા સાથે 55,858.52ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 410.45 પોઈન્ટ (2.53 ટકા)ની મજબૂતી સાથે 16,658.40ના સ્તર પર બંધ થયો છે.
આજે ખેલાડીઓએ માર્ચ કોન્ટ્રાક્ટમાં નવી પોઝિશન બનાવી
આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો. રશિયા અને યુક્રેનના યુદ્ધના (Russia Ukraine War) કારણે માર્કેટમાં (Stock Market India) ભારે વેચવાલીથી માર્કેટ હાઈલી ઓવરસોલ્ડ હતું. પરિણામે આજે નીચા મથાળે મોટા પાયે વેચાણ કાપણી આવી હતી. ફેબ્રુઆરી ફ્યૂચર એન્ડ ઓપ્શન પૂરા થયા છે અને આજે માર્ચ ફ્યૂચર ઓપ્શન કોન્ટ્રાક્ટનો પહેલો દિવસ હતો. પરિણામે આજે ખેલાડીઓએ માર્ચ કોન્ટ્રાક્ટમાં નવી પોઝિશન બનાવી હતી. બ્યૂચિપ શેરોમાં નીચા મથાળે ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલીની પૂછપરછ પણ જોવા મળી હતી. સામે સ્થાનિક નાણા સંસ્થાઓની ટેકારૂપી લેવાલી આવી હતી. જેના કારણે આજે માર્કેટ પ્લસમાં બંધ રહ્યું હતું.
થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી વાજબી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગઈકાલે મોડી રાત્રે દેશના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમેરિકા યુક્રેનમાં તેની સેના નહીં મોકલે. જે નિવેદનની સ્ટોક માર્કેટ (Stock Market India) પર પોઝિટિવ અસર પડી હતી. જોકે, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ (Russia Ukraine War) કેટલું લાંબુ ચાલશે. તે અનિશ્ચિત છે. પરિણામે બજારમાં હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી વધુ વાજબી છે. તેમ જ નવી ખરીદી માટે પણ સાવચેતી રાખવી જોઈએ.
આ પણ વાંચોઃ Ukraine Russia Crisis : રશિયા યુક્રેનના યુદ્ધથી ભારતમા થઇ શકે છે આ જીવનજરૂરી વસ્તુઓ મોઘી
નિષ્ણાતોના મતે
વેલ્થસ્ટ્રિટના કો ફાઉન્ડર રાકેશ લાહોટીએ (Wealthstreet co founder Rakesh Lahoti) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક બાજુ યુદ્ધના કારણે માગ પર પણ અસર જોવા મળશે, જે વૈશ્વિક આર્થિક રિકવરીને પાછી ઠેલી શકે છે. ભારતની વાત કરીએ તો, તેના માટે ઓઈલ શોક એક મોટું નેગેટિવ પરિબળ બની રહેશે. ક્રૂડ બિલ પર મોટી નેગેટિવ અસર જોવા મળશે, જેને કેવી રીતે સંભાળવું એ સરકાર માટે સૌથી મોટી કશ્મકશની બાબત છે, જેઓ માર્કેટ ઘટે તેની રાહ જોઈને હાથ પર કેશ રાખીને બેઠાં હતાં તેમણે તક મળે તો 15,500ના સ્તર આસપાસ ખરીદી શરૂ કરવી જોઈએ.
આ પણ વાંચોઃ ULIPમાં રોકાણ કરતા પહેલા આ બાબત જાણવી ખુબ જરૂરી, થશે મોટો ફાયદો
માર્કેટમાં સ્થિરતા સ્થપાતા વાર લાગી શકે છેઃ નિષ્ણાત
વેલ્થસ્ટ્રિટના કો-ફાઉન્ડર રાકેશ લાહોટીએ વધુમાં ઉમેર્યું હતું કે, બને તો માત્ર લાર્જ-કેપ્સમાં જ ખરીદી કરવી જોઈએ. કારણ કે, માર્કેટમાં સ્થિરતા સ્થપાતા વાર લાગી શકે છે. જે સ્થિતિમાં મિડ-કેપ્સમાં તળિયા જડવા કઠીન બની શકે છે. યુદ્ધ જેવી સ્થિતિને જોતા ડિફેન્સિવ ક્ષેત્રે ખરીદી કરી શકાય, જેમાં ફાર્મા મુખ્ય બની રહેશે. હાલ પૂરતાં નાણા ગોલ્ડમાં પાર્ક કરવા પણ યોગ્ય જણાય છે.
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, કોલ ઈન્ડિયા (Coal India) 8.97 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 7.43 ટકા, ટાટા સ્ટીલ (Tata Steel) 6.64 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 6.15 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 5.87 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર પર નજર કરીએ તો, બ્રિટેનિયા (Britannia) -0.67 ટકા, નેશલે (Nestle) -0.17 ટકા, એચયુએલ (HUL) -0.03 ટકા ગગડ્યા છે.