અમદાવાદઃ આજે (1 ફેબ્રુઆરી)એ કેન્દ્રિય બજેટ 2022 (Union Budget 2022) રજૂ થશે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.23 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 582.85 પોઈન્ટના ઉછાળા સાથે 58,597.02ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 156.20 પોઈન્ટની ઉપર 17,496.05ના સ્તર પર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે, જેની અસર ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) પર પણ પડી છે.
આ પણ વાંચો- RULES CHANGE FROM 1 FEBRUARY 2022: આજે 1 ફેબ્રુઆરીથી આ નિયમોમાં થઈ રહ્યા છે મોટા ફેરફારો, જાણો વિગત...
બજેટમાંથી ઘણી અપેક્ષા
આજે બજેટ રજૂ થતા પહેલા ભારતીય સ્ટોક માર્કેટમાં (Stock Market India) તેજી આવી છે. બજેટની જાહેરાત પહેલા ફર્ટિલાઈઝ કંપનીઓના શેર્સમાં સારી તેજી જોવા મળી રહી છે. આ શેર્સમાં 2થી 5 ટકાની તેજી છે. આ સેક્ટર આશા કરી રહ્યું છે કે, નિર્મલા સીતારમણે આજે બજેટમાં ફર્ટિલાઈઝ સબસિડી માટે બજેટની ફાળવણી કરી શકે છે. સાથે જ નિષ્ણાતોના મતે, ફિસ્કલ યર 2022-23 માટે ફર્ટિલાઈઝર સબસિડી વધારીને 1.3 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે. સરકાર પહેલા પણ પોતાની ઈચ્છા જાહેર કરી ચૂકી છે કે, તે ખેડૂતોનો બોજ ઓછો કરવા માગે છે.
આ પણ વાંચો- Pre Budget 2022 : અલગ હીરા ઉદ્યોગ મંત્રાલય સહિતની મહત્ત્વની માગ મૂકતો અમરેલી હીરા ઉદ્યોગ
વૈશ્વિક બજાર પર નજર
એશિયન સ્ટોક માર્કેટમાં (Asian stock market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 153 પોઈન્ટના વધારા સાથે 17,501.50ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.71 ટકાના વધારા સાથે 27,194.66ની આસપાસ જોવા મળી રહ્યું છે. તો નિક્કેઈમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે જ નાસડેકમાં જોરદાર રિકવરી જોવા મળી હતી.