ETV Bharat / business

Stock Market India: શેર બજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો, સેન્સેક્સ 1,747 નિફ્ટી 531 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Stock Market India) મોટા કડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,747.08 પોઈન્ટ (3.00 ટકા) તૂટીને 56,405.84ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 531.95 પોઈન્ટ (3.06 ટકા)ના ઘટાડા સાથે 16,842.80ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: શેર બજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો, સેન્સેક્સ 1,747 નિફ્ટી 531 પોઈન્ટ ગગડ્યો
Stock Market India: શેર બજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો, સેન્સેક્સ 1,747 નિફ્ટી 531 પોઈન્ટ ગગડ્યો
author img

By

Published : Feb 14, 2022, 3:56 PM IST

અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારમાં (Stock Market India) મોટો ધબડકો જોવા મળ્યો હતો. આજે ભારતીય શેર બજાર (Stock Market India) મોટા કડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,747.08 પોઈન્ટ (3.00 ટકા) તૂટીને 56,405.84ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 531.95 પોઈન્ટ (3.06 ટકા)ના ઘટાડા સાથે 16,842.80ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 57,000 અને નિફ્ટી 17,000ની નીચે ગગડી ગયો છે.

ખરાબ વૈશ્વિક સંકેતોએ બગાડી ભારતીય શેર બજારની સ્થિતિ

ખરાબ વૈશ્વિક સંકેતોના (World Stock Market) કારણે ભારતીય શેર બજારને (Stock Market India) મોટું નુકસાન પહોંચ્યું છે. સપ્તાહના પહેલા જ દિવસે શેર બજારમાં (Stock Market India) ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે સેન્સેક્સ-નિફ્ટીમાં પણ આ વર્ષનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે પહેલી વખત નિફ્ટી 500 પોઈન્ટથી વધુ ગગ્ડો છે. બીજી તરફ BSEના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો આજે બેન્કિંગ, રિયલ્ટી, ઓટો, મેટલ શેરમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. બીજી તરફ ફાર્મા, FMCG, તેલ-ગેસ શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો- ક્રિપ્ટોકરન્સી: નાણાપ્રધાને કહ્યું, ટેક્સ લેવાનો સરકારનો અધિકાર

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર

આજે દિવસભર માત્ર એક જ શેર ઉંચકાયો હતો. આજે દિવસભર ટીસીએસ (TCS) 1.05 ટકા ઉંચકાયો છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેરની વાત કરીએ તો, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) -6.68 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) -6.39 ટકા, આઈટીસી (ITC) -5.59 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) -5.49 ટકા, ટાટા સ્ટીલ (Tata Steel) -5.39 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Financial Planning for New Couples: લગ્ન કરીને નવું જીવન શરૂ કર્યાના તુરંત બાદ પ્રથમ આ વસ્તુ કરો...

LICના IPOને લઈને માર્કેટમાં હકારાત્મક ચર્ચા

કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે એલઆઈસીના આઈપીઓ (LIC IPO) અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એલઆઈસીના આઈપીઓ (LIC IPO) અંગે બજારમાં હકારાત્મક ચર્ચા જોવા મળી રહી છે. કંપનીએ 13 ફેબ્રુઆરીએ ઈશ્યુ માટે DRHP સેબીમાં દાખલ કર્યું છે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેન્કની બોર્ડ મિટિંગમાં એ નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યું છે કે, LICના IPO લાવવાનો નિર્ણય ઘણો મોટો હતો, પરંતુ અત્યાર સુધી આ માટે એક પણ નકારાત્મક પ્રતિક્રિયા નથી આવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.