ETV Bharat / business

Stock Market India: છેલ્લા દિવસે સ્ટોક માર્કેટ ઘટાડા સાથે બંધ થતા રોકાણકારો નિરાશ, સેન્સેક્સ 77 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 77 પોઈન્ટ ગગડીને 57,200ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 8 પોઈન્ટના ઘટાડા સાથે 17,102ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: છેલ્લા દિવસે સ્ટોક માર્કેટ ઘટાડા સાથે બંધ થતા રોકાણકારો નિરાશ, સેન્સેક્સ 77 પોઈન્ટ ગગડ્યો
Stock Market India: છેલ્લા દિવસે સ્ટોક માર્કેટ ઘટાડા સાથે બંધ થતા રોકાણકારો નિરાશ, સેન્સેક્સ 77 પોઈન્ટ ગગડ્યો
author img

By

Published : Jan 28, 2022, 5:22 PM IST

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 77 પોઈન્ટ ગગડીને 57,200ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 8 પોઈન્ટના ઘટાડા સાથે 17,102ના સ્તર પર બંધ થયો છે. બીજી તરફ મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે ફાર્મા, તેલ-ગેસ, રિયલ્ટી, IT શેર્સમાં ખરીદી રહી હતી. તો બેન્કિંગ, કેપિટલગુડ્સ શેર્સમાં સારો વેપાર જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ New MD of Wipro: વિપ્રોના દક્ષિણપૂર્વ એશિયાના MD તરીકે બદ્રિનાથ શ્રીનિવાસનની પસંદગી

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, એનટીપીસી (NTPC) 3.81 ટકા, યુપીએલ (UPL) 2.37 ટકા, સન ફાર્મા (Sun Pharma) 1.88 ટકા, ઓએનજીસી (ONGC) 1.87 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 1.74 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -3.05 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -2.42 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -2.16 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -1.70 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -1.58 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-Union Budget 2022 Live on App: મોબાઈલ પર લાઈવ જોઈ શકાશે બજેટ 2022, સંસદની કાર્યવાહી બતાવવા માટે લોન્ચ થયું 'ડિજિટલ સંસદ' એપ

શું છે નિષ્ણાતોનો મત, જુઓ

વેલ્થસ્ટ્રિટના કો ફાઉન્ડર કુનાલ મેહતાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બજેટ સુધી કોન્સોલિડેશનમાં જળવાયા બાદ બજાર એક દિશામાં ગતિ દર્શાવે તેવી શક્યતા છે. મારી દૃષ્ટીએ વર્ષ 2022 એક કોન્સોલિડેશનનું વર્ષ બની રહેશે. તે 2 બાજુની વધઘટ દર્શાવશે અને ટ્રેડર્સ માટે રોમાંચક બની શકે છે. જેઓ રાઈટ ટાઈમ પોઝિશન લેશે. તેઓ તેજી અને મંદીના રાઉન્ડ્સમાં સારી કમાણી કરી શકે છે. ત્રીજા ક્વાર્ટરના અર્નિંગ્સ મિશ્ર જોવા મળી રહ્યાં છે. ITએ સારી શરૂઆત દર્શાવી હતી. જોકે, FMCG અગ્રણી તરફથી માગને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પ્રાઈવેટ બેન્કિંગ સેક્ટરનો દેખાવ અપેક્ષાથી સારો જળવાયો છે. આમ, આ એક ક્ષેત્ર ફરીથી રોકાણકારોને આકર્ષી શકે છે. તાજેતરમાં નિફ્ટીની સરખામણીમાં બેન્ક નિફ્ટીનું આઉટપર્ફોર્મન્સ પણ આ બાબતને પૂરવાર કરે છે. PSU બેંક્સમાં બજેટ અગાઉ એક ઝડપી સુધારો જોવા મળ્યો છે.

સેન્સેક્સઃ -76.71

ખૂલ્યોઃ 57,795.11

બંધઃ 57,200.23

હાઈઃ 58,084.33

લોઃ 57,119.28

NSE નિફ્ટીઃ -8.20

ખૂલ્યોઃ 17,208.30

બંધઃ 17,101.95

હાઈઃ 17,373.50

લોઃ 17,077.10

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.