ETV Bharat / business

Stock Market India: મજબૂતી સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 187 નિફ્ટી 53 પોઈન્ટ ઉછળ્યો

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 187.39 પોઈન્ટ (0.33 ટકા)ના વધારા સાથે 57,808.58ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી (Nifty) 53.15 પોઈન્ટ (0.31 ટકા)ની મજબૂતી સાથે 17,266.75ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: મજબૂતી સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 187 નિફ્ટી 53 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India: મજબૂતી સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 187 નિફ્ટી 53 પોઈન્ટ ઉછળ્યો
author img

By

Published : Feb 8, 2022, 4:12 PM IST

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) દિવસભરની ઉથલપાથલ પછી ભારતીય શેર બજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 187.39 પોઈન્ટ (0.33 ટકા)ના વધારા સાથે 57,808.58ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 53.15 પોઈન્ટ (0.31 ટકા)ની મજબૂતી સાથે 17,266.75ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- Improve Credit Score: જો તમારે ક્રેડિટ સ્કોર સુધારવો છે?, તો આટલું કરો...

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેર્સની વાત કરીએ તો, ટાટા સ્ટીલ (Tata Steel) 3.09 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 1.81 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 1.79 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 1.77 ટકા, રિલાયન્સ (Reliance) 1.68 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સ પર નજર કરીએ તો, ઓએનજીસી (ONGC) -2.99 ટકા, પાવર ગ્રિડ કોર્પ (Power Grid Corp) -1.68 ટકા, આઈઓસી (IOC) -1.26 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) -1.12 ટકા, ટાટા કન્સ. પ્રોડ (TATA Cons. Prod) -1.09 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Kanu Desai Union Budget Reaction : તમામ રાજ્યોને ધ્યાનમાં લેવાયા છે રોજગારી અને સુખાકારીમાં વધારો કરશે બજેટ

LICનો IPO માર્ચમાં આવશે

LICનો IPO માર્ચ મહિનામાં આવી રહ્યો (LIC IPO) છે. આ સપ્તાહે સરકાર આ માટે SEBI પાસે ડ્રાફ્ટ પેપર્સ ફાઈલ કરશે. LICની પોલિસી રાખનારા લોકો માટે સારા સમાચાર છે. આશા છે કે, આ IPOના 10 ટકા ભાગ તેમના માટે રિઝર્વ હશે. આનાથી તેમને શેર મળવાની સંભાવના વધશે. આ ઉપરાંત તેમને પ્રતિ શેર કિંમતમાં પણ કેટલુંક ડિસ્કાઉન્ટ મળવાની આશા છે. LICની માલિકીના હક સરકાર પાસે છે. આ દેશની સૌથી મોટી જીવન વીમા કંપની છે. સરકાર આ કંપનીમાં ભાગીદારી વેંચીને 90,000 કરોડ રૂપિયા એકઠાં કરવા માગે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.