ETV Bharat / business

Stock Market India: 2 વર્ષ પછી શેરબજારમાં સૌથી મોટો કડાકો, સેન્સેક્સ 2,702 પોઈન્ટ તૂટ્યો - ભારતીય શેર બજાર તાજા સમાચાર

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારમાં (Stock Market India) સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 2,702.15 પોઈન્ટ (4.72 ટકા)ના ઘટાડા સાથે 54,529.91ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 815.30 પોઈન્ટ (4.78 ટકા) તૂટીને 16,247.95ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: 2 વર્ષ પછી શેરબજારમાં સૌથી મોટો કડાકો, સેન્સેક્સ 2,702 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Feb 24, 2022, 4:06 PM IST

Updated : Feb 24, 2022, 5:39 PM IST

અમદાવાદઃ યુક્રેન પર રશિયાના હુમલાથી (Russia Ukraine War) ભારતીય શેરબજારમાં (Stock Market India) હાહાકાર મચ્યો છે. આજે શેરબજારમાં (Stock Market India) 23 માર્ચ 2020 પછીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 2,702.15 પોઈન્ટ (4.72 ટકા)ના ઘટાડા સાથે 54,529.91ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 815.30 પોઈન્ટ (4.78 ટકા) તૂટીને 16,247.95ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો- Ukraine Russia Crisis : રશિયા યુક્રેનના યુદ્ધથી આ જીવનજરૂરી વસ્તુઓ થશે મોઘી

નિષ્ણાતોના મતે

ટ્રેડબુલ્સના ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી અસ્થિરતા ઓછી ન થાય ત્યાં સુધી ભૌગોલિક રાજકીય સંબંધિત વિકાસ વેપારીઓને ઉઘાડી રાખશે. જાન્યુઆરી મધ્યથી નિફ્ટી 18,350ની નીચે સરકી રહ્યો છે, પરંતુ ઘટાડાની ગતિ પ્રકૃતિમાં ક્રમશઃ રહી છે અને તે સામાન્ય બૂલ માર્કેટ કરેક્શન માટે સારી રીતે સંકેત આપે છે.

આ પણ વાંચો- ULIPમાં રોકાણ કરતા પહેલા આ બાબત જાણવી ખુબ જરૂરી, થશે મોટો ફાયદો

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર

આજે દિવસભર એક પણ શેર ઉંચકાયા નથી. જ્યારે સૌથી વધુ ગગડેલા શેરની વાત કરીએ તો, ટાટા મોટર્સ (Tata Motors) -10.28 ટકા, યુપીએલ (UPL) -8.10 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -7.89 ટકા, ગ્રેસિમ (Grasim) -7.51 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) -7.38 ટકા ગગડ્યા છે.

LICના IPO પર નહીં પડે રશિયા યુક્રેનની અસર

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, યુક્રેન સંકટના કારણે LICના IPOને (LIC IPO) ટાળવાનો કોઈ વિચાર નથી. યુક્રેન સંકટ પર ડિસઈન્વેસ્ટમેન્ટ વિભાગની સતત નજર રહેલી છે. ત્યારે આગળની સ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે. જોકે, માર્ચના પહેલા સપ્તાહ સુધી LICના IPO પર અંતિમ નિર્ણય છે.

Last Updated : Feb 24, 2022, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.