ETV Bharat / business

Stock Market India: સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 768 નિફ્ટી 252 પોઈન્ટ તૂટ્યો

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Stock Market India) કડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 768.87 પોઈન્ટ (1.40 ટકા)ના ઘટાડા સાથે 54,333.81ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 252.72 પોઈન્ટ (1.53 ટકા) તૂટીને 16,245.35ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ છેલ્લા દિવસે રોકાણકારો પણ નિરાશ થયા હતા.

Stock Market India: સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 768 નિફ્ટી 252 પોઈન્ટ તૂટ્યો
Stock Market India: સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 768 નિફ્ટી 252 પોઈન્ટ તૂટ્યો
author img

By

Published : Mar 4, 2022, 4:46 PM IST

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Stock Market India) કડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 768.87 પોઈન્ટ (1.40 ટકા)ના ઘટાડા સાથે 54,333.81ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 252.72 પોઈન્ટ (1.53 ટકા) તૂટીને 16,245.35ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ છેલ્લા દિવસે રોકાણકારો પણ નિરાશ થયા હતા.

આ પણ વાંચો- રશિયામાં નિકાસ માટે વીમા કવરેજ પાછું ખેંચ્યું નથી: ECGC

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર

આજે સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) 2.88 ટકા, આઈટીસી (ITC) 2.55 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 1.98 ટકા, બીપીસીએલ (BPCL) 1.11 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 1.02 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર પર નજર કરીએ તો, ટાઈટન કંપની (Titan Company) -5.18 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -4.66 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -4.58 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) -4.54 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -4.39 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Gujarat Budget 2022: ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 7030 કરોડની જોગવાઈ, યુવાનો માટે રોજગારીનું આયોજન

નિષ્ણાતોના મતે

વેલ્થસ્ટ્રીટના કોફાઉન્ડર અજય સરાઓગીએ જણાવ્યું હતું કે, US ક્રૂડ બજારમાં અગ્રણી ખેલાડી તરીકે ઉભર્યો છે અને રશિયાની ગેરહાજરીથી તેને યુરોપના બજારોમાં પ્રવેશ મળી શકે તેમ છે. સાથે એ વાત નોંધવી રહી કે, રશિયાની એનર્જી નિકાસ પર હજી સુધી કોઈ પ્રતિબંધો લાગુ નથી પડ્યાં. કેમ કે, આમ કરવા જતાં યુરોપને જ ભોગવવાનું આવી શકે છે. કેમ કે, જર્મની સહિતના અગ્રણી અર્થતંત્રો માટે રશિયન એનર્જી સપ્લાય સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી. આમ, સ્થિતિ આગામી કેટલાંક દિવસોમાં સ્પષ્ટ બનશે તેમ જણાય છે. ત્યાં સુધી બજારોમાં બે બાજુની વધ-ઘટ જોવા મળી શકે છે.

ટોચની પ્રાઈવેટ બેન્કિંગ કંપનીઓએ છેલ્લાં 2 વર્ષોમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યુંઃ નિષ્ણાત

વેલ્થસ્ટ્રીટના કોફાઉન્ડર અજય સરાઓગીએ વધુમાં ઉમેર્યું હતું કે, માર્કેટ ટોચના સ્તરેથી 2 રાઉન્ડ્સમાં કરેક્શન દર્શાવી ચૂક્યું છે. ઈન્વેસ્ટર્સે ઘટાડે લાર્જકેપ્સમાં તેમની પોઝિશન બનાવવી જોઈએ, જેમાં IT ઉપરાંત બેન્કિંગ મહત્વનું જણાય છે. ટોચની પ્રાઈવેટ બેન્કિંગ કંપનીઓએ છેલ્લાં 2 વર્ષોમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે અને તેઓ બજારમાં નવા સુધારાની આગેવાની લઈ શકે છે. મેટલ શેર્સમાં સેન્ટિમેન્ટ પાછળ ઉછાળો જોવા મળ્યો છે. તેમાં ટોચના સ્તરે ખરીદી કરીને ભરાઈ ન જવાય તેનો ખ્યાલ રાખવો. ઓટો ક્ષેત્રે કાર કંપનીઓના શેર્સમાં ખરીદી કરવાનું વિચારી શકાય. રિઅલ્ટી સેક્ટરમાં પણ ઘટાડે ખરીદી કરવાનો વ્યૂહ રાખવો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.