અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exhcnage) 366.22 પોઈન્ટ (0.66 ટકા)ના ઘટાડા સાથે 55102.68ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 107.90 પોઈન્ટ (0.65 ટકા)ના ઘટાડા સાથે 16,498.05ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો- Knight frank India Report: અબજોપતિઓની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે
એપ્રિલમાં અનેક દવાઓ મોંઘી થવાની શક્યતા
ઘણા વર્ષોમાં પહેલી વખત નેશનલ લિસ્ટ ઓફ ઈસેન્શિયલ મેડિસિન્સ (National List of Essential Medicines NLEM) એટલે કે આવશ્યક દવાઓની યાદીમાં આવતી લગભગ 800 દવાઓ અને મેડિકલ ડિવાઈસિઝની કિંમતોમાં 10 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. સરકારી અધિકારીઓએ ગુરુવારે માહિતી આપતા જણાવ્યું હતું કે, હોલસેલ પ્રાઈઝ ઈન્ડિકેટર્સ (Wholesale price indicators)માં વધારો થતા આવું થયું હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો- રશિયામાં નિકાસ માટે વીમા કવરેજ પાછું ખેંચ્યું નથી: ECGC
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેર પર નજર કરીએ તો, ઓએનજીસી (ONGC) 4.51 ટકા, યુપીએલ (UPL) 3.51 કરોડ, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 3.30 ટકા, વિપ્રો (Wipro) 2.58 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 2.32 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેરની વાત કરીએ તો, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -6.54 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -5.18 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) -5.18 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -4.62 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) - 3.93 ટકા ગગડ્યા છે.