ETV Bharat / business

Stock Market India: સતત બીજા દિવસે સ્ટોક માર્કેટ નબળાઈ સાથે બંધ થયું, સેન્સેક્સ 656 પોઈન્ટ તૂટ્યો

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) સતત બીજા દિવસે ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 656.04 પોઈન્ટ (1.08 ટકા)ના ઘટાડા સાથે 60,098.82ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 174.65 પોઈન્ટ (0.96 ટકા) તૂટીને 17,938.40ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: સતત બીજા દિવસે સ્ટોક માર્કેટ નબળાઈ સાથે બંધ થયું, સેન્સેક્સ 656 પોઈન્ટ તૂટ્યો
Stock Market India: સતત બીજા દિવસે સ્ટોક માર્કેટ નબળાઈ સાથે બંધ થયું, સેન્સેક્સ 656 પોઈન્ટ તૂટ્યો
author img

By

Published : Jan 19, 2022, 3:51 PM IST

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) સતત બીજા દિવસે ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 656.04 પોઈન્ટ (1.08 ટકા)ના ઘટાડા સાથે 60,098.82ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 174.65 પોઈન્ટ (0.96 ટકા) તૂટીને 17,938.40ના સ્તર પર બંધ થયો છે. આ સાથે નિફ્ટી ફરી એક વાર 18,000ની નીચે પહોંચ્યો છે.

આ પણ વાંચો- Union Budget Tax on Crypto: ક્રિપ્ટો બિઝનેસ પર ટેક્સ, તેને વિશેષ હેઠળ લાવવાનું વિચારી શકાય છે

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, ઓએનજીસી (ONGC) 3.91 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 1.97 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) 1.93 ટકા, એસબીઆઈ (SBI) 1.78 ટકા, હિન્દલ્કો (Hindalco) 1.77 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, ઈન્ફોસિસ (Infosys) -2.80 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -2.77 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -2.77 ટકા, એચયુએલ (HUL) -2.52 ટકા, ગ્રેસિમ (Grasim) -2.47 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Six Airbags in the Car: કારના બેઝ મોડેલમાં છ એરબેગ્સ ફરજિયાત, ગડકરીએ સૂચનાને મંજૂરી આપી

કેબિનેટની ઉચ્ચસ્તરીય બેઠકમાં અનેક મુદ્દા પર થઈ ચર્ચા

વ્યાજ પર વ્યાજ સહિત અન્ય આર્થિક મુદ્દા અંગે આજે કેબિનેટની ઉચ્ચ સ્તરીય બેઠક (High level cabinet meeting) પૂર્ણ થઈ છે, જેમાં મોરેટોરિયમ, વ્યાજ પર વ્યાજ સહિત તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ અનેક મુદ્દા પર કેબિનેટે નિર્ણય લીધા છે. વ્યાજ પરના વ્યાજનો મુદ્દો ખૂબ જ વ્યાપક છે અને તેમાં લગભગ તમામ ડિપોઝિટ ધારકો અને ઋણધારકો તેમજ ધિરાણકર્તાઓ સામેલ છે, તેની ઘણી ચર્ચા થઈ છે, જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વધારાના દાવાને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.