- દેશની સૌથી મોટી SBI બેન્કની કેટલીક સેવા બંધ રહેશે
- આજે અને આવતીકાલે SBIની કેટલીક સેવા બંધ રહેશે
- SBIએ પોતાના ટ્વિટર હેન્ડલથી ગ્રાહકોને આપી માહિતી
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ પહેલી વખત 2 દિવસ પોતાની કેટલીક સેવા બંધ રાખશે. SBIએ પોતાના ટ્વિટર (Twitter) એકાઉન્ટ પર ગ્રાહકોને માહિતી આપી હતી. SBIની કેટલીક સેવા 16 અને 17 જુલાઈએ બંધ રહેશે. આ પહેલા SBIએ 3 અને 4 જુલાઈએ કેટલીક સેવા બંધ રાખી હતી.
-
We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/HwIug1nEFB
— State Bank of India (@TheOfficialSBI) July 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/HwIug1nEFB
— State Bank of India (@TheOfficialSBI) July 15, 2021We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/HwIug1nEFB
— State Bank of India (@TheOfficialSBI) July 15, 2021
આ પણ વાંચો- Last Day of Share Market: શેર બજારની પોઝિટિવ શરૂઆત, નિફ્ટી 15,900ને પાર
રાત્રે 10.45થી 1.15 વાગ્યા સુધી કેટલીક સેવા બંધ રહેશે
SBIએ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી લખ્યું હતું કે, સિસ્ટમ મેઈન્ટેનન્સના (System Maintenance) કારણે શનિવારે (16 જુલાઈ) અને શનિવારે (17 જુલાઈ)એ SBIની કેટલીક સેવાઓ બંધ રહેશે. બેન્કે એ પણ કહ્યું હતું કે, આ સેવાઓમાં ઈન્ટરનેટ બેન્કિંગ, Yono, Yono Lite અને UPI સર્વિસ સામેલ હશે. SBIએ ટ્વિટના માધ્યમથી કહ્યું હતું કે, રાત્રે 10.45 વાગ્યાથી મોડી રાતે 1.15 વાગ્યા સુધી આ સેવાઓ ઉપલબ્ધ નહીં હોય.
આ પણ વાંચો- માત્ર 499 રૂપિયામાં શરૂ થશે Ola Electric Scooterનું બુકિંગ, 1 લાખ રૂપિયાથી શરૂ થશે કિંમત
23.9 કરોડથી વધુ ગ્રાહક છે
બેન્કે જૂન મહિનામાં પણ ચાર-ચાર કલાક માટે પોતાની સેવાઓ બંધ કરી હતી. SBIની દેશભરમાં 22 હજારથી વધુ શાખા છે. 31 ડિસેમ્બર 2020ના આંકડા અનુસાર, ઈન્ટરનેટ બેન્કિંગ (Internet Banking) ગ્રાહકોની સંખ્યા 8.5 કરોડ રૂપિયા છે. તો મોબાઈલ બેન્ક (Mobile Bank) ગ્રાહકોની સંખ્યા 1.9 કરોડ, UPI ગ્રાહકોની સંખ્યા 13.5 કરોડથી વધુ છે. જ્યારે બેન્ક દ્વારા આ સેવાઓને બંધ કરવા તેમના ગ્રાહકોને થોડી તકલીફ થઈ શકે છે.