એક રિપોર્ટ મુજબ, ગૂગલ પ્લસ પરના તમામ ખાનગી એકાઉન્ટ્સને કાઢી નાખવાની પ્રક્રિયામાં હજુ થોડા મહિના લાગી શકે છે, પરંતુ ગૂગલ પ્લસ આલ્બમની આરકાઇવ્સમાંથી ફોટા અને વીડિઓને હટાવાવની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ગૂગલે ઓક્ટોબર 2018 માં જ ગૂગલ પ્લસને કાઢી નાખવાની જાહેરાત કરી હતી. આ બંધ થવા પાછળનું કારણ તેના વપરાશકર્તાઓની સંખ્યા ઓછી જ નહીં પણ તેના સોફ્ટવેરની ખામી પણ એક કારણ છે જેનાથી વપરાશકર્તાઓની માહિતી થર્ડ પાર્ટી ડેવલોપર્સને મળતી હતી.
આ ખામી 2015 થી હતી અને તેની પાસે Google Plus ના પાંચ લાખથી વધુ એકાઉન્ટ્સ પ્રભાવિત થવાની સંભાવના હતી. ગૂગલે 2011 માં તેને સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ તરીકે લોન્ચ કર્યું હતું.