ભારત - પે એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ App લેવડ-દેવડની ચુકવણી ઉપરાંત વેપારીને રોકડ અથવા ધિરાણ વેચાણના આંકડા રેકોર્ડ કરવા, એસએમએસ અને વૉટ્સએપ આધારિત લિંક દ્વારા ચુકવણીનો અનુરોધ કરવો, વ્યવહારની સ્થિતિ જાણવા, સપ્લાયરોને કરવામાં આવેલી ચૂકવણી પર મોનિટર કરવા જેવી અન્ય સેવાઓ પણ પૂરી પાડશે.
આ એપ્લિકેશન વેપારીઓ માટે નેટવર્કિંગ પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે. જેનાથી વેપારીને વર્તમાન ભારત-પે વેપારીઓ સાથે જોડાવા અને તેમના કારોબારનો વિસ્તાર વધારવામાં મદદ કરશે.