ETV Bharat / business

આજે નવા રેકોર્ડ સ્તર પર શરૂ થયું Share Market, સેન્સેક્સ પહેલી વખત 58,000ને પાર - મિડકેપ ઈન્ડેક્સ

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નવા રેકોર્ડ સ્તર પર થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 217.58 પોઈન્ટ (0.38 ટકા)ના વધારા સાથે 58,070.12ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 61.80 પોઈન્ટ (0.36 ટકા)ની સાથે 17,296ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આજે નવા રેકોર્ડ સ્તર પર શરૂ થયું Share Market, સેન્સેક્સ પહેલી વખત 58,000ને પાર

author img

By

Published : Sep 3, 2021, 9:49 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે
  • સેન્સેક્સ (Sensex) પહેલી વખત 58,000ને પાર ગયો છે
  • મિડકેપ ઈન્ડેક્સ રેકોર્ડ ઉંચાઈ પર વેપાર કરી રહ્યો છે

અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની (Share Market) શરૂઆત નવા રેકોર્ડ સ્તર પર થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 217.58 પોઈન્ટ (0.38 ટકા)ના વધારા સાથે 58,070.12ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 61.80 પોઈન્ટ (0.36 ટકા)ની સાથે 17,296ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. સેન્સેક્સ પહેલી વખત 58,000ને પાર ગયો છે. જ્યારે મિડકેપ ઈન્ડેક્સ (Midcap index) રેકોર્ડ ઉંચાઈ પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- પોઝિટિવ પે સિસ્ટમ એટલે શું ?

આજે આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે દિવસભર એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ (LIC Housing Finance), ગ્રેન્યુલ્સ ઈન્ડિયા (Granules India), આઈઆરબી ઈન્ફ્રા (IRB Infra), જે એન્ડ કે બેન્ક (J&K Bank), હ્લુવાલિયા કોન્ટ્રાક્ટ્સ (Hluwalia Contracts), કોન્કર (Concor), એચડીએફસી લાઈફ (HDFC Life), રિલાયન્સ (Reliance), એલએન્ડટી ટેક (L&T Tech), સનટેક રિયલ્ટી (Sunteck Realty), રેલટેલ (Railtel), થ્રાયોકેર (Thyrocare) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- ફુગાવાનો અંદાજ 5-6 ટકા, ભારત મજબૂત વૃદ્ધિ માટે તૈયાર : મુખ્ય આર્થિક સલાહકાર

વૈશ્વિક બજારમાં (Global Market) મજબૂતી સાથે વેપાર

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, એશિયાઈ બજારમાં આજે મજબૂતી જોવા મળી રહી છે. આજે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 26.50 પોઈન્ટના વધારા સાથે 17,286ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નિક્કેઈ 0.92 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ્સ ટાઈમ્સ (Straits Times) 0.29 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યું છે. તો તાઈવાનનું બજાર 0.93 ટકાના વધારા સાથે 17,480.19ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.20 ટકાના ઘટાડા સાથે 26,038.49ના સ્તર પર વેપારી કરી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.58નો ઘટાડો તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.43 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ડાઉ ફ્યૂચર્સ (Dow Futures)માં પણ ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.