અમદાવાદઃ સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 571.44 પોઈન્ટ (0.99 ટકા)ના ઘટાડા સાથે 57,292.49ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 169.45 પોઈન્ટ (0.98 ટકા) તૂટીને 17,117.60ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોઃ હોમ લોન ટ્રાન્સફર કરતા પહેલા આ વાતો જાણવી જરુરી, નહીતર થશે મોટુ નુકસાન
સોના ચાંદીની કિંમતમાં આવ્યો ઘટાડો - આજે બુલિયન માર્કેટમાં (Bullion Market) સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો આવ્યો છે. જ્વેલરી બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 51,300 રૂપિયાને પાર પર વેપાર કરતી જોવા મળી હતી. જ્યારે ચાંદીનો દર 67,400 રૂપિયાની ઉપર ચાલી રહ્યો છે. 24 કેરેટ સોનાની કિંમત 51,342 રૂપિયા પર ખૂલી હતી. જ્યારે ગયા શુક્રવારે બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 51,564 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે આજની કિંમતમાં 222 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. આજે 14 કેરેટ સોનાની કિંમત 30,025 રૂપિયા રહી છે.
આ પણ વાંચોઃ Decline in gold and silver prices: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાચાંદીની ચમક ઓછી થઈ
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર - આજે દિવસભર કોલ ઇન્ડિયા (Coal India) 3.26 ટકા, હિન્દલ્કો (Hindalco) 2.28 ટકા, યુપીએલ (UPL) 1.88 ટકા, ઓએનજીસી (ONGC) 1.32 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 0.44 ટકા ઉંચકાયા છે. જ્યારે બ્રિટેનિયા (Britannia) -3.53 ટકા, ટાટા કન્સ. પ્રોડ (Tata Cons. Prod) -3.17 ટકા, પાવર ગ્રિડ કોર્પ (Power Grid Corp) -3.14 ટકા, ગ્રેસિમ (Grasim) -3.11 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -2.91 ટકા ગગડ્યા છે.