અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Share Market India) મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 418.72 પોઈન્ટ (0.72 ટકા)ના વધારા સાથે 58,408.02ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 123.70 પોઈન્ટ (0.71 ટકા)ના ઉછાળા સાથે 17,439.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ Wings India 2022 :એરબસ સાથે ટાટાની નવા એરક્રાફ્ટની ખરીદી માટે ચર્ચા
આજે આ શેર રહેશે ચર્ચામાં - આજે દિવસભર એચપીસીએલ (HPCL), બીપીસીએલ (BPCL), આઈઓસી (IOC), સ્ટીલ શેર (Steel Share), ગુજરાત ગેસ (Gujarat Gas), ડિફેન્સ શેર (Defense Share), ઈન્ફોસિસ (Infosys), ઈન્ડિયન હોટેલ્સ (Indian Hotels), અદાણી પોર્ટ્સ (Adani Ports), ઈન્ડિયાબુલ્સ એચએસજી ફિન (Indiabulls HSG Fin), બીઈપીએલ (BEPL), એશિયન પેઈન્ટ્સ (Asian Paints), ટીસીએસ (TCS) જેવા શેર ચર્ચામાં રહેશે.
આ પણ વાંચોઃ Planning for New Financial Year: નવા નાણાકીય વર્ષ માટે કઈ રીતે આયોજન શરૂ કરવું, જાણો
વૈશ્વિક બજારની સ્થિતિ - એશિયન માર્કેટમાં વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 93 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યું છે. તો નિક્કેઈ 2.66 ટકાના વધારા સાથે 27,947.26ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.56 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. આ સિવાય તાઈવાનનું બજાર 0.90 ટકાના ઉછાળા સાથે 17,717.31ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 1.88 ટકાના વધારા સાથે 22,301.57ના સ્તર પર જોવા મળી રહ્યું છે. સાથે જ કોસ્પીમાં 0.73 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. આ સિવાય શાંઘાઈ કોમ્પોઝિટ 0.21 ટકાના વધારા સાથે 3,266.85ના સ્તર પર જોવા મળી રહ્યું છે.