- વૈશ્વિક બજાર તરફથી સારા સંકેત મળ્યા
- ભારતીય શેર બજારની પણ મજબૂત શરૂઆત
- સેન્સેક્સ 181 અને નિફ્ટીમાં 67 પોઈન્ટનો વધારો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે ભારતીય શેર બજારની શરૂઆત પણ મજબૂતી સાથે થઈ છે. સવારે 9.17 વાગ્યે શેર બજારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 181.48 પોઈન્ટ (0.35 ટકા)ના વધારા સાથે 52,770.19ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 67.75 પોઈન્ટ (0.43 ટકા)ની મજબૂતી સાથે 15,840.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ લિમિટેડનો IPO 23 જૂન 2021ના રોજ ખૂલશે, 25 જૂને બંધ થશે
આ શેર પર રોકાણકારો રાખશે નજર
સપ્તાહના ત્રીજા દિવસે સતત બીજી વખત શેર બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ હોવાથી રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દિવસ ભર બારબેક્યૂ નેશન (BARBEQUE NATION), વેદાન્તા (VEDANTA), વેબકો ઈન્ડિયાનો ઓએફસી (OFS of WABCO INDIA), હીરો મોટો (HERO MOTO), યુબીએલ (UBL) અને એનએમડીસી (NMDC) જેવા શેર્સ પર તમામ રોકાણકારો નજર રાખશે.
આ પણ વાંચો- પગારમાં ઘટાડાને કારણે સુરતના રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ
એશિયાઈ બજારની શરૂઆત પણ મજબૂતી સાથે થઈ
વૈશ્વિક બજાર (Global Market)ની વાત કરીએ તો, એશિયાઈ બજાર (Asian Market) ની શરૂઆત મજબૂતી સાથે થઈ છે. એસજીએક્સ નિફ્ટી (SGX NIFTY) 62.50 પોઈન્ટ ઉપર જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 0.09 ટકાના વધારા સાથે 28,910.16ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે તાઈવાનનું બજાર 0.94 ટકાના વધારા સાથે 17,236.70ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.70 ટકાના વધારા સાથે 28,508.35ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.28 ટકા અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.07 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ગઈકાલે DOWમાં સુસ્ત વેપાર ચાલી રહ્યો હતો અને DOW 69 પોઈન્ટ વધીને બંધ થયો હતો. તો ડાઉ ફ્યૂચર્સ (DOW FUTURES)માં 45 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.