ETV Bharat / business

Share Market Closing: ફ્લેટ સપાટી પર બંધ થયું શેર બજાર, સેન્સેક્સ અને નિફ્ટીમાં ન જોવા મળ્યો મોટો ફેરફાર - સેન્સેક્સ અને નિફ્ટીમાં ન જોવા મળ્યો મોટો ફેરફાર

વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળ્યા છતા સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની પોઝિટિવ શરૂઆત થઈ હતી. જ્યારે આજે શેર બજારનું ક્લોઝિંગ ફ્લેટ સપાટી પર થયું હતું જોકે, મિડ અને સ્મોલ કેપ ઈન્ડેક્સે રેકોર્ડ ક્લોઝિંગ કર્યું છે. તો આજે શુક્રવારે 3.35 વાગ્યે સેન્સેક્સ (Sensex) 18.79 પોઈન્ટ (0.04 ટકા)ના ઘટાડા સાથે 53,140.06ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી (Nifty) 0.80 પોઈન્ટ (0.01 ટકા)ના મામૂલી ઘટાડા સાથે 15,923.40ના સ્તર પર બંધ થયો હતો.

Share Market Closing: ફ્લેટ સપાટી પર બંધ થયું શેર બજાર, સેન્સેક્સ અને નિફ્ટીમાં ન જોવા મળ્યો મોટો ફેરફાર

author img

By

Published : Jul 16, 2021, 4:23 PM IST

  • સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ફ્લેટ સપાટી પર બંધ થયું
  • મિડ અને સ્મોલ કેપ ઈન્ડેક્સે રેકોર્ડ ક્લોઝિંગ કર્યું
  • સેન્સેક્સ 18 તો નિફ્ટી માત્ર 0.80 પોઈન્ટના વધારા સાથે બંધ થયો

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે શેર બજારની પોઝિટિવ શરૂઆત થઈ હતી. ત્યારે શેર બજારનું ક્લોઝિંગ ફ્લેટ સપાટી પર થયું હતું જોકે, મિડ અને સ્મોલ કેપ ઈન્ડેક્સે રેકોર્ડ ક્લોઝિંગ કર્યું છે. તો આજે શુક્રવારે 3.35 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 18.79 પોઈન્ટ (0.04 ટકા)ના ઘટાડા સાથે 53,140.06ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 0.80 પોઈન્ટ (0.01 ટકા)ના મામૂલી ઘટાડા સાથે 15,923.40ના સ્તર પર બંધ થયો હતો.

આ પણ વાંચો- રાજકોટમાં આજે Gold Price 47300, Silver 70,000 રુપિયા

સૌથી વધુ ઉચકાયેલા અને ગગડેલા શેર્સ

આજે શુક્રવારે શેર બજારની શરૂઆત મજબૂતી સાથે થઈ હતી, પરંતુ શેર બજારમાં કંઈ એટલો મોટો ફેરફાર જોવા નથી મળ્યો. ત્યારે આજે ડિવિસ લેબ્સ (Divis Labs) 3.26 ટકા, ભારતીય એરટેલ (Bharti Airtel) 2.99 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (Ultratech Cement) 2.02 ટકા, ટાટા સ્ટીલ (Tata Steel) 1.79 ટકા, પાવર ગ્રીડ કોર્પ (Power Grid Corp) 1.50 ટકા ઉચકાયા હતા. તો બીજી તરફ એસચીએલ ટેક (HCL Tech) -3.34 ટકા, આઈસર મોટર્સ (Eicher Motors) -1.88 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -1.65 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -1.64 ટકા, ઈન્ફોસિસ -1.60 ટકા ગગડ્યા હતા.

આ પણ વાંચો- સિસ્ટમ મેઈન્ટેનન્સના કારણે SBIની કેટલીક સેવા 16 અને 17 જુલાઈએ બંધ રહેશે, SBIએ ટ્વિટ કરી આપી માહિતી

પેટીએમ (Paytm) ટૂંક સમયમાં લાવશે IPO, કંપનીએ SEBIમાં કરી અરજી

બીજી તરફ રોકાણકારો માટે નફો કમાવવાની નવી તક આવી છે. કારણ કે, પેમેન્ટ કંપની પેટીએમે (Paytm) IPO માટે આજે SEBIમાં અરજી કરી છે. પેટીએમ (Paytm) ઈશ્યુની કુલ સાઈઝ 16,600 કરોડ રૂપિયા છે. આ IPOમાં 8,300 કરોડ રૂપિયાની ઓફર ફોર ઓલ (OFS) અને 8,300 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યુ થશે. આ ઉપરાંત કંપની વધુ 2,000 કરોડ રૂપિયાના શેર્સ જાહેર કરી શકે છે. પ્રાઈવેટ પ્લેસમેન્ટના માધ્યમથી 2,000 કરોડ રૂપિયાના ઈશ્યુ કરવાનો વિચાર કરવામાં આવશે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. આ પહેલા એક દાયકા પહેલા કોલ ઈન્ડિયા નામની કંપનીએ IPOથી 15,000 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.