ETV Bharat / business

ઓલરાઉન્ડ વેચવાલીથી સેન્સેક્સ 1,158 અને નિફ્ટી 353 પોઈન્ટનું મસમોટું ગાબડું - નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી

સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેર બજાર (Indian Share Market) ઐતિહાસિક કડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,158.63 પોઈન્ટ (1.89 ટકા)ના ઘટાડા સાથે 59,984.70ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 353.70 (1.94 ટકા)ના ઘટાડા સાથે 17,857.25ના સ્તર પર બંધ થયું છે.

ઓલરાઉન્ડ વેચવાલીથી સેન્સેક્સ 1,158 અને નિફ્ટી 353 પોઈન્ટનું મસમોટું ગાબડું

author img

By

Published : Oct 28, 2021, 3:58 PM IST

Updated : Oct 28, 2021, 4:23 PM IST

  • શેર બજાર આજે ઐતિહાસિક કડાકા સાથે બંધ થયું
  • સેન્સેક્સ 1,158.63 તો નિફ્ટી 353.70 પોઈન્ટ ગગડ્યો
  • સેન્સેક્સ ફરી એક વાર 60,000ની નીચે પહોંચી ગયો

અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેર બજાર (Indian Share Market) ઐતિહાસિક કડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,158.63 પોઈન્ટ (1.89 ટકા)ના ઘટાડા સાથે 59,984.70ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 353.70 (1.94 ટકા)ના ઘટાડા સાથે 17,857.25ના સ્તર પર બંધ થયું છે. આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 60,000ની સપાટીથી પણ નીચે પહોંચી ગયો છે.

મોરધન સ્ટેનલીએ ભારતીય સ્ટોક માર્કેટને ઓવરપ્રાઈઝ ગણાવ્યું હતું

મોરધન સ્ટેનલીએ ભારતીય સ્ટોક માર્કેટને ઓવરપ્રાઈઝ ગણાવ્યું હતું, જેના કારણે તેજીવાળા ઓપરેટર્સે ઉંચા મથાળે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. તેમ જ પેગાસસ જાસૂસી કાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટની કમિટી તપાસ કરશે, જે અહેવાલોની પણ શેર બજારના સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર પડી હતી. આજે સવારથી જ એશિયાના તમામ સ્ટોક માર્કેટ માઈનસમાં હતા. તેમ જ બપોરે યુરોપીયન સ્ટોક માર્કેટ પણ માઈનસમાં ખૂલ્યા હતા, જેથી ભારતીય શેર બજારમાં વેચવાલી ચાલુ જ રહી હતી. બીજી તરફ આગામી સપ્તાહે અમેરિકામાં ફેડની મિટીંગ મળવાની છે, જેમાં યુએસનો GDP રેટ જાહેર થશે. આ GDP રેટ શું આવશે. તે અગાઉ વિદેશના તમામ સ્ટોક માર્કેટમાં સાવચેતીનું વાતાવરણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો- JIO-BPએ શરૂ કર્યો પોતાનો પહેલો પેટ્રોલ પંપ, 2025 સુધી 5,500 પેટ્રોલ પંપ બનાવવાની યોજના

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Shares)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers Shares) વાત કરીએ તો, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 2.93 ટકા, લાર્સન (Larsen) 1.66 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) 1.26 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 0.70 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) 0.30 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares)વાત કરીએ તો, અદાણી પોર્ટ્સ (Adani Ports) - 7.74 ટકા, આઈટીસી (ITC) -5.60 ટકા, ઓએનજીસી (ONGC) -4.88 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -4.35 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -4.10 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- IMFનું ભારતની વૃદ્ઘિને લઈ અનુમાન 'ખૂબ ઓછું મૂલ્યાંકન': એન.કે સિંહ

DoTએ AoAમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો

ટેલિકોમ્યુનિકેશન વિભાગે (DoT) MTNLના આર્ટિકલ ઓફ એસોસિએશન (Article of Association)માં ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે. DoTએ લેન્ડ સેલ (Land Sale)/લીઝ (Lease) માટે આર્ટિકલ ઓફ એસોસિએશન (Article of Association)માં સંશોધન કરવાનું કહ્યું છે. AoAમાં ફેરફાર કરીને જમીન અને બિલ્ડીંગ્સ 30 વર્ષ માટે લીઝ પર આપવાની જોગવાઈ છે. આર્ટિકલ ઓફ એસોસિએશન (AoA)માં ફેરફાર પછી કંપનીની લેન્ડ અને બિલ્ડીંગ અસેટની મોનેટાઈઝેશન પ્રક્રિયા ઝડપી બનશે.

સેન્સેક્સઃ -1,158.30

ખૂલ્યોઃ 61,081.00

બંધઃ 59,984.70

હાઈઃ 61,081.00

લોઃ 59,777.58

NSE નિફ્ટીઃ -353.70

ખૂલ્યોઃ 18,187.65

બંધઃ 17,857.25

હાઈઃ 18,190.70

લોઃ 17,799.45

Last Updated : Oct 28, 2021, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.