- સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું
- સેન્સેક્સ (Sensex) 533.74 તો નિફ્ટી (Nifty) 159.20ના ઉછાળા સાથે બંધ થયો
- આ સાથે જ સેન્સેક્સ (Sensex) 60,000ની નજીક પહોંચવાની તૈયારીમાં છે
અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Share Market) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 533.74 (0.91 ટકા)ના ઉછાળા સાથે 59,299.32ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 159.20 (0.91 ટકા)ની મજબૂતી સાથે 17,691.25ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 60,000ની નજીક પહોંચવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો- GST સતત ત્રીજા મહિને રૂ.1 લાખ કરોડને પાર, સપ્ટેમ્બરમાં થયું આટલા કરોડ રૂપિયાનું કલેક્શન
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની વાત કરીએ તો, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 7.82 ટકા, હિન્દલ્કો (Hindalco) 4.58 ટકા, એનટીપીસી (NTPC) 4 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 3.54 ટકા અને ટાટા મોટર્સ (Tata Motors) 2.64 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers) વાત કરીએ તો, કિપ્લા (Cipla) -2.97 ટકા, ગ્રેસીમ (Grasim) -2.28 ટકા, યુપીએલ (UPL) -1.40 ટકા, આઈઓસી (IOC) -0.98 ટકા અને બ્રિટેનિયા (Britannia) -0.69 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો- Adani Groupએ કોલંબો પોર્ટ પર ટર્મિનલ વિકસાવવા માટે સોદો પાકો કર્યો
Paytm IPO માટે વિદેશી રોકાણકારોથી 20-22 અબજ ડોલરના વેલ્યુએશન પર ડિમાન્ડ
ઓનલાઈ પેમેન્ટ કંપની પેટીએમના IPOને લઈને ચર્ચા વધી રહી છે. સૂત્રોના મતે, કંપનીને સોવરેન વેલ્થ ફંડ્સ અને ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (FII)થી 20-22 અબજ ડોલરના વેલ્યુએશન પર ડિમાન્ડ મળી રહી છે. પેટીએમની યોજના દિવાળીથી IPO લોન્ચ કરવાની છે. આ તેના માટે માર્કેટ રેગ્યુલેટરી SEBI તરફથી એપ્રુવલ મળવાની રાહ જોઈ રહ્યા છે. પેટીએમે 16,600 કરોડ રૂપિયાના IPO માટે જુલાઈમાં ડોક્યુમેન્ટ્સ ફાઈલ કર્યા હતા. આમાં નવા શેર્સ જાહેર કરવાની સાથે જ કંપનીના શેર હોલ્ડર્સ તરફથી 8,300 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ સામેલ હશે.