ETV Bharat / business

આજે ફરી એક વાર મજબૂતી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 476 પોઈન્ટ ઉછળ્યો - સૌથી વધુ ગગડેલા શેર્સ

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) સામાન્ય ઉછાળા સાથે શરૂ થયેલું શેર બજાર (Share Market) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 476.11 પોઈન્ટ (0.2 ટકા)ના વધારા સાથે 58,723.20ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 139.45 પોઈન્ટ (0.80 ટકા)ના ઉછાળા સાથે 17,519.45ના સ્તર પર બંધ થયો છે.

આજે ફરી એક વાર મજબૂતી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 476 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Sep 15, 2021, 4:02 PM IST

  • સામાન્ય ઉછાળા સાથે શરૂ થયેલું શેર બજાર (Share Market) મજબૂતી સાથે બંધ થયું
  • સેન્સેક્સ (Sensex) 476.11 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 139.45 પોઈન્ટ ઉછળીને બંધ થયો
  • આજે નિફ્ટીના 50માંથી 35 શેર્સમાં તો સેન્સેક્સના 30માંથી 21 શેર્સમાં તેજી જોવા મળી

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) સામાન્ય ઉછાળા સાથે શરૂ થયેલું શેર બજાર (Share Market) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 476.11 પોઈન્ટ (0.2 ટકા)ના વધારા સાથે 58,723.20ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 139.45 પોઈન્ટ (0.80 ટકા)ના ઉછાળા સાથે 17,519.45ના સ્તર પર બંધ થયો છે. આજે શેર બજારમાં (Share Market) દિવસભર તેજી જોવા મળી હતી. છેવટે અંતે સેન્સેક્સ, નિફ્ટી રેકોર્ડ ઉંચાઈ પર બંધ થવામાં સફળ રહ્યા હતા. જ્યારે મિડકેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ શાનદાર તેજી આવી હતી. તો આજે દિવસભર નિફ્ટીના 50માંથી 35 શેર્સમાં તેજી જોવા મળી હતી. જ્યારે સેન્સેક્સના 30માંથી 21 શેર્સમાં તેજી જોવા મળી હતી. તો આ ઉપરાં નિફ્ટી બેન્કના 12માંથી 10 શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો- એર ઇન્ડિયાના વિનિવેશ માટે આજે અંતિમ બિડ, ટાટા જૂથ પણ રેસમાં

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, એનટીપીસી (NTPC) 7.33 ટકા, ભારતીય એરટેલ (Bharti Airtel) 4.88 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) 4.01 ટકા, ઓએનજીસી (ONGC) 3.79 ટકા, ટાઈટન કંપની (Titan Company) 3.08 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers) વાત કરીએ તો, ટાટા કન્સ્ટ્રક્શન પ્રોડક્શન (TATA Construction Prod.) -1.04 ટકા, નેસલે (Nestle) -0.59 ટકા, બીપીસીએલ (BPCL) -0.47 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) -0.46 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -0.34 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો- Gold-Silver રેકોર્ડ સ્તરથી 9,000 રૂપિયા સસ્તું, જુઓ ક્યાં શું કિંમત છે?

ટેલિકોમ કંપનીઓ માટે રાહતના સમાચાર

કેબિનેટની પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતા ટેલિકોમ પ્રધાને (Telecom Ministe) કહ્યું હતું કે, ટેલિકોમ કંપનીઓને એજીઆર પેમેન્ટ (AGR Payment) પર રાહત મળશે. સરકાર જવાબદારીને ઈક્વિટીમાં કન્વર્ટ કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નોન ટેલિકોમ રેવન્યુને એજીઆર (AGR)થી હટાવવામાં આવશે. ટેલિકોમ સેક્ટર માટે મોટા ફેરફારને મંજૂરી મળી ગઈ છે. કેબિનેટથી 5 પ્રોસેસ રિફોર્મ્સને મંજૂરી મળી છે. આ સાથે જ ટેલિકોમમાં 100 ટકા એફડીઆઈ (FDI)ની પણ મંજૂરી મળી છે. તો ઓટોમેટિક રૂટથી 100 ટકા FDIને મંજૂરી મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.