- સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Share Market) લાલ નિશાન પર બંધ થયું
- આજે સેન્સેક્સ 28.73 પોઈન્ટ તો નિફ્ટી 2.5 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયું
- BSEએ શેર્સમાં ઉછાળાથી લઈને સખ્તી દેખાડતા એક સર્ક્યુલર જાહેર કર્યો છે
અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ઉથલપાથલના કારણે ભારતીય શેર બજાર લાલ નિશાન પર બંધ થયું છે. ત્યારે આજે 3.35 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 28.73 પોઈન્ટ (0.05 ટકા)ના ઘટાડા સાથે 54,525.93ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange ) 2.5 પોઈન્ટ (0.01 ટકા)ના સામાન્ય ઘટાડા સાથે 16,282.25ના સ્તર પર બંધ થયો છે. એટલે કે, આજે બજારમાં મિશ્ર ટોન જોવા મળ્યો છે.
આ પણ વાંચો- સતત ઘટાડા પછી પણ Goldમાં આજે આવી તેજી, હજી પણ સોનું ઓલ ટાઈમ હાઈથી 10,000 રૂપિયા સસ્તું
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)
આજે દિવસભરા શેર બજારમાં (Stock Market) સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની વાત કરીએ તો, ટાટા સ્ટિલ (Tata Steel) 3.83 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 3.73 ટકા, આઈઓસી (IOC), એનટીપીસી (NTPC) 2.27 ટકા, હિન્દલ્કો (Hindalco) 2.27 ટકા ઉંચકાયા હતા. તો સૌથી વધુ ગગડેલા 5 શેરની વાત કરીએ તો, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -2.10 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) -1.86 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -1.80 ટકા, સન ફાર્મા (Sun Pharma) -1.74 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -1.05 ટકા ગગડ્યા હતા.
આ પણ વાંચો- પહેલા ક્વાર્ટરમાં ઝોમેટોની ખોટ વધીને 356 કરોડ રૂપિયા પર પહોંચી
શેર્સમાં ઉછાળાના કારણે BSEની કડકાઈથી મિડકેપ, સ્મોલ કેપમાં ઘટાડો
મિડ કેપ, સ્મોલ કેપમાં ભૂકંપ જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં આમાં ભારી ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લે કેટલાક કારણોના કારણે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ માટે કેટલાક કારણ પણ હોઈ શકે છે, પરંતુ આની પાછળનું મુખ્ય કારણ શેર્સમાં (Shares) ઉછાળાથી લઈને BSEની સખ્તીને બતાવવામાં આવી રહ્યું છે. BSEએ શેર્સમાં ઉછાળાથી લઈને સખ્તી દેખાડતા એક સર્ક્યુલર જાહેર કર્યો છે. BSEએ લગભગ 2,000 શેર્સ પર સખ્તી જોવા મળી છે.
હાલમાં આવેલા IPO પર પણ રેગ્યુલેટરે ધ્યાન આપ્યું
આ ઉપરાંત હાલમાં જ આવેલા IPO પર પણ રેગ્યુલેટરે ધ્યાન આપ્યું છે, જેના મતે ગ્લેનમાર્ક (Glenmark), રોલેક્સ (Rolex)માં HNIsની ફન્ડિંગ કોસ્ટ કવર નહીં થયું હતું. તો આ તરફ આ પણ જાણકારી મળી છે કે, IPO માટે ફાઈનાન્સ કરનારા લોકોએ ફંડ 2-3 ટકા મોંઘો કર્યો છે. જ્યારે ગયા અઠવાડિયે BSE સ્મોલ કેપ અને નિફ્ટીનો રેશિયો 1.7 ગણા પર પહોંચી ગયો હતો. જ્યારે રેશિયાનો પીક 1.8 ગણાથી લઈને 2 ગણો થયો છે.