હૈદરાબાદ: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ જાહેરાત કરી હતી કે વેક્સિન પ્રોજેક્ટને વેગ આપવા માટે કંપની બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે સહયોગ કરી રહી છે. 2021 સુધીમાં ખાસ કરીને ભારત અને અન્ય ઓછી અને મધ્યમ આવકવાળા દેશો માટે 100 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.
-
I would like to thank @BillGates, @gatesfoundation, @GaviSeth for this key partnership of risk sharing and manufacturing of a 100 million doses, which will also ensure equitable access at an affordable price to many countries around the world. https://t.co/NDmpo23Ay8 pic.twitter.com/jNaNh6xUPy
— Adar Poonawalla (@adarpoonawalla) August 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I would like to thank @BillGates, @gatesfoundation, @GaviSeth for this key partnership of risk sharing and manufacturing of a 100 million doses, which will also ensure equitable access at an affordable price to many countries around the world. https://t.co/NDmpo23Ay8 pic.twitter.com/jNaNh6xUPy
— Adar Poonawalla (@adarpoonawalla) August 7, 2020I would like to thank @BillGates, @gatesfoundation, @GaviSeth for this key partnership of risk sharing and manufacturing of a 100 million doses, which will also ensure equitable access at an affordable price to many countries around the world. https://t.co/NDmpo23Ay8 pic.twitter.com/jNaNh6xUPy
— Adar Poonawalla (@adarpoonawalla) August 7, 2020
કંપનીએ એવી જાહેરાત પણ કરી હતી કે આ રસીની માત્રા દીઠ મહત્તમ 3 ડોલર પ્રતિ ડોઝ (લગભગ 225 રૂપિયા) ખર્ચ થશે અને તે 92 દેશોમાં ઉપલબ્ધ કરવામાં આવશે.
એસઆઈઆઈના સીઈઓ આદર પૂનાવાલાએ ટ્વિટર પર જાહેરાત કરી હતી કે, રવેક્સિન પ્રોજેક્ટને વેગ આપવા માટે કંપની ગવી અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે સહયોગ કરી રહી છે.
ગવી (વેક્સિન અને રસીકરણ માટે વૈશ્વિક જોડાણ) એ જાહેર અને ખાનગી ક્ષેત્રની સંસ્થાઓની વૈશ્વિક આરોગ્ય ભાગીદારી છે જે "દરેક માટે વેક્સિનેશન " માટે સમર્પિત છે.
સહયોગના ભાગ રૂપે, બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, ગવીને ઓછામાં ઓછા 150 મિલિયન ડોલરનું ભંડોળ પૂરું પાડશે, જેનો ઉપયોગ સંભવિત રસી ઉમેદવારોના નિર્માણ માટે એસઆઈઆઈને ટેકો આપવા માટે કરવામાં આવશે.
અમેરિકી વેક્સિન વિકાસ કંપની નોવાવેક્સ ઇન્ક. દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેના કોવિડ -19 રસીના ઉમેદવારના વિકાસ અને વ્યવસાયિકરણ માટે એસઆઈઆઈ સાથે સપ્લાય અને લાઇસન્સ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ત્યાર બાદ એક દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી છે.
કરાર મુજબ, એસઆઈઆઈ પાસે ડીલ દરમિયાન ભારત અને અન્ય ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં રસીના વિશિષ્ટ અધિકાર રહેશે, જ્યારે નોવાક્સ પ્રમુખ ઉચ્ચ-મધ્યમ અને ઉચ્ચ આવક ધરાવતા દેશો માટે અધિકારો જાળવી રાખશે.
એસઆઈઆઈ, વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક, કોવિડ -19 રસી બનાવવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને તેની ભાગીદાર એસ્ટ્રાઝેનેકા સાથે કામ કરી રહી છે.
વર્તમાનમાં વેક્સિન માટે ક્લિનિકલ ટ્રાયલ હાલમાં પ્રક્રિયામાં છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) એ એસઆઈઆઈને દેશમાં કોવિડ -19 રસીના તબક્કા 2 અને 3 માનવ ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે પહેલાથી જ મંજૂરી આપી દીધી છે.