નવી દિલ્હી: જજ સોહિંટન ફલી નરીમન, એસ રવીન્દ્ર ભટ્ટ અને વી.રામાસુબ્રમણ્યમની બેન્ચે PNBના પૂર્વ MD અને CEO ઉષા અનંત સુબ્રમણ્યમની સંપત્તિને જપ્ત કરવાના નેશનલ કંપની લૉ અપીલટ ટ્રિબ્યુનલ (NCLAT)ના આદેશને રદ્દ કર્યો છે.
ઉષા અનંતસુબ્રમણ્યમના સિનિયર એડવોકેટ સી.એ. વૈધનાથને તર્ક આપ્યો કે, CBI દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં, નીરવ મોદી પર છેતરપિંડી રોકવા માટે સાવચેતી કે નિવારક પગલાં નહીં લેવાનો આરોપ છે. જજ નરીમને NCLAT અને NCLTના આદેશોને અલગ કરી કહ્યું કે, કલમ 337 અને 339 હેઠળ શક્તિઓને ઉપયોગ અન્ય સંગઠનોની મુખ્ય સંપત્તિને જોડવા માટે થઇ શકશે નહીં.
તેમણે કહ્યું કે, CBIની ચાર્જશીટમાં સ્પષ્ટ છે કે તેમની વિરૂદ્ધ ફોજદારી કેસ ફક્ત એટલો જ હતો કે, તેઓ નીરવ મોદી દ્વારા કરવામાં આવેલા છેતરપિંડીને રોકવા માટે સાવચેતી અથવા પગલા લેવામાં ચૂકી ગયા હતા. આ કૌભાંડ જાન્યુઆરી 2018ના અંતમાં સામે આવ્યું હતું, જ્યારે PNBએ સ્ટોક એક્સ્ચેન્જ અને CBIને નીરવ મોદીની કંપનીઓના ડિરેક્ટર્સ અને ચોક્સીની ગીતાંજલિ જેમ્સ લિમિટેડના કૌભાંડ અંગે માહિતી આપી હતી.