મુંબઇ: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાએ કહ્યું છે કે, તેણે રેપો રેટમાં 0.75 ટકા ઘટાડાનો પૂરો લાભ તેના ગ્રાહકોને આપવાનો નિર્ણય કર્યો છે. નવો વ્યાજ દર 1 એપ્રિલ, 2020 થી લાગુ થશે.
SBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું છે કે, તેનો નવો ઘટાડો દર બાહ્ય માનક દર લિંક્ડ ધિરાણ દર (EBR) અને રેપો રેટ લિંક્ડ ધિરાણ દર (RLLR)હેઠળ લોન લેનારા ગ્રાહકોને લાગુ પડે છે.
બાહ્ય ધોરણના દર સાથે જોડાયેલા ધિરાણ દર 7.80 ટકાથી ઘટાડીને 7.05 ટકા કરવામાં આવ્યો છે, જ્યારે (RLLR)7.40 ટકાથી ઘટાડીને 6.65 ટકા કરાયો છે.
SBI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કે EBR અને RLLR સાથે જોડાયેલી 30-વર્ષીય લોન પરના દરમાં ઘટાડો કર્યા પછી, સમાન માસિક હપ્તા (ઇએમઆર) દર 1 લાખમાં 52 રૂપિયા નીચે આવશે.
રિઝર્વ બેન્કે શુક્રવારે 7 મી દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરી. જેમાં પોલિસી રેટમાં રેપોમાં 0.75 ટકાનો ઘટાડો થયો હતો. છેલ્લા 15 વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 5.15 ટકાથી ઘટાડીને 4.40 ટકા કરી દેવામાં આવી છે.
તો બીજી તરફ, કોરોના વાઈરસને રોકવા માટે લાગુ કરાયેલા 21 દિવસના લોકડાઉનને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય બેન્કે બેંકો અને નાણાકીય સંસ્થાઓને પણ ત્રણ મહિના માટે ચૂકવણી અટકાવવાની મંજૂરી આપી છે.
આ અંગે SBIએ જણાવ્યું હતું કે, જો ત્રણ મહિના માટે લોનના હપતા વસૂલ કરવામાં નહીં આવે તો તેના 60,000 ટેક્સ રૂપિયાની રસીદ મોકૂફ રાખવામાં આવશે.
સ્ટેટ બેન્કના અધ્યક્ષ રજનીશ કુમારે કહ્યું, "અમારી ટર્મ લોનના આંકડા ખૂબ મોટા છે. આ લોન પર દર વર્ષે લગભગ બેથી અઢી લાખ કરોડ રૂપિયા પરત આવે છે. આમ, ત્રણ મહિનામાં આ આંકડો આશરે 50,000 થી 60,000 કરોડ રૂપિયા જેટલો હશે."
શુક્રવારે જાહેર કરાયેલી નાણાકીય નીતિ સમીક્ષામાં, રિઝર્વ બેન્કે તમામ બાકી લોનનાં હપ્તા ચૂકવણી પર ત્રણ મહિના માટે પ્રતિબંધ મૂકવા પર સંમતિ આપી છે. કેન્દ્રીય બેન્કે કહ્યું છે કે, આગામી ત્રણ મહિના માટે લોન ચુકવણી હપ્તા પર મોકૂફી 1 માર્ચ, 2020 ના બાકી નાણાં પર લાગુ કરી શકાય છે.
આ સૂચન તમામ વ્યાપારી બેન્કો , પ્રાદેશિક ગ્રામીણ બેંકો, નાની ફાઇનાન્સ બેન્કો અને સ્થાનિક ક્ષેત્રની બેન્કો, સહકારી બેન્કો અને તમામ દ્વારા કરવામાં આવે છે. ભારતીય સંસ્થાઓ, નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ બધાને આપી દેવામાં આવી છે.
આ અંગે રજનીશ કુમારે કહ્યું હતું કે, "આવી સ્થિતિ પહેલા ક્યારેય નહોતી જોઈ. 21 દિવસ દેશમાં તમામ કાર્યો પર લાદેલો પ્રતિબંધ ખરેખર એક સપના જેવું લાગે છે. મેં ક્યારે પણ આવી અસામાન્ય પરિસ્થિતીની કલ્પના પણ નહોતી કરી.”