નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ના વાર્ષિક અહેવાલ મુજબ તેણે ગોલ્ડ મુદ્રીકરણ યોજના (ગોલ્ડ મોનેટાઇઝેશનસ્કીમ -જીએમએસ) હેઠળ 13,212 કિલો ઘરેલું અને સંસ્થાકીય સોનું એકત્ર કર્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બેન્કે 2019-20માં જીએમએસ હેઠળ 3,973 કિલો સોનું એકત્ર કર્યું હતું. સરકારે આ યોજના સામાન્ય લોકો અને ટ્રસ્ટ પાસે રાખેલા સોનાનો ઉપયોગ કરવા માટે આ યોજનાની શરૂઆત કરી હતી.
SBIએ અહેવાલમાં જણાવ્યું છે કે, "નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન બેન્કે 3,973 કિલો સોનું એકત્ર કર્યું હતું, જે સાથે અત્યાર સુધીમાં કુલ 13,212 કિલો સોનું એકત્ર કરવામાં આવ્યું છે."
સરકારે ઘરો અને સંસ્થાઓ પાસે ન વપરાયેલું સોનું એકત્ર કરવા માટે નવેમ્બર 2015માં જીએમએસની શરૂઆત કરી હતી.
યોજનાનો ઉદ્દેશ બેકાર પડેલા સોનાનો ઉપયોગ કરીને સોનાની આયાત પરની દેશની નિર્ભરતાને ઘટાડવાનો હતો.
બેન્કે વધુમાં જણાવ્યું છે કે, 2019-20 દરમિયાન તેણે સૉવરેન ગોલ્ડ બૉન્ડ (એસજીબી) દ્વારા 647 કિલો (243.91 કરોડ રૂપિયા) સોનું એકત્ર કર્યું હતું.