ETV Bharat / business

દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે SBIએ ગ્રાહકોને આપી ભેટ, લોનના વ્યાજમાં 0.75 ટકા સુધીની આપી છૂટ - યોનો એસબીઆઈ

દેશભરમાં 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે SBIએ પણ પોતાના ગ્રાહકોને સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવી ભેટ આપી છે. ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, SBIએ કાર લોન (Car Loan), હોમ લોન (Home Loan), ગોલ્ડ લોન (Gold Loan), પર્સનલ અને પેન્શન લોન (Personal and Pension loan) લેનારા લોકો માટે વ્યાજ દર અને પ્રોસેસિંગ ફીઝમાં છૂટ આપવાની જાહેરાત કરી છે.

દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે SBIએ ગ્રાહકોને આપી ભેટ, લોનના વ્યાજમાં 0.75 ટકા સુધીની આપી છૂટ

author img

By

Published : Aug 16, 2021, 3:20 PM IST

  • દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે SBIએ ગ્રાહકોને આપી ભેેટ
  • SBIએ વિવિધ યોજનાઓ પર વ્યાજદર (Interest rate) અને પ્રોસેસિંગ ફી (Processing fee)માં આપી છૂટ
  • SBI રિટેલ ડિપોઝિટર્સ માટે બેન્ક પ્લેટિનમ ટર્મ ડિપોઝિટ્સ લઈને આવી

ન્યૂઝ ડેસ્કઃ ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ દેશની આઝાદીની 75મી વર્ષગાંઠને ધ્યાનમાં રાખી ગ્રાહકોને ખુશ કરી દીધા છે. SBIએ ગ્રાહકો પર ઓફર્સનો વરસાદ કરી દીધો છે. આ ઓફર્સ SBIની વિવિધ લોન્સ પર આપવામાં આવશે. એટલે કે SBIના ગ્રાહકોને હોમ લોન (Home Loan) પર પ્રોસેસિંગ ફીઝથી પહેલાથી જ છૂટ મળી ચૂકી છે. તો હવે SBIએ કાર લોન અને ગોલ્ડ લોન પર પણ ઓફર શરૂ કરી છે. આ ઉપરાંત પર્સનલ અને પેન્શન લોન (Personal and Pension loan)ના ગ્રાહકો માટે પણ બેન્કે ઓફર શરૂ કરી છે. તો રિટેલ ડિપોઝિટર્સ માટે બેન્ક પ્લેટિનમ ટર્મ ડિપોઝિટ્સ (Bank Platinum Term Deposits for Retail Depositors) લઈને આવી છે.

કાર લોન પર પ્રોસેસિંગ ફી નહીં ભરવી પડે

SBIએ કાર લોન પર પ્રોસેસિંગ ફીથી 100 ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે. તેનો ફાયદો બેન્કના વિવિધ ચેનલ્સના માધ્યમથી લોન કાર લોન લેનારા ગ્રાહકો લઈ શકે છે. આ ઉપરાંત કાર લોન લેનારા ગ્રાહકોને કારની ઓન રોડ પ્રાઈઝને 90 ટકા સુધી ફાઈનાન્સ પણ આપવામાં આવી રહી છે. જે લોકો યોનો એપથી કાર લોન માટે એપ્લાય કરશે. તેમને વ્યાજદરમાં 0.25 ટકાની વિશેષ છૂટ મળશે. યોનો SBI યુઝર્સના મામલામાં નવી કાર માટે લોનનો વ્યાજદર 7.5 ટકા વાર્ષિકથી શરૂ થશે.

આ પણ વાંચો- Good New: છેલ્લા એક મહિનાથી Petrol-Dieselની કિંમતમાં કોઈ વધારો નથી થયો

ગોલ્ડ લોન પર પણ આકર્ષક ઓફર

SBIએ આપેલા નિવેદનમાં માહિતી આપી હતી કે, SBIથી ગોલ્ડ લોન લેનારા ગ્રાહકો માટે વ્યાજ દરમાં 0.75 ટકાનો ઘટાડો કરાયો છે. ગ્રાહકો SBIની વિવિધ ચેનલ્સના માધ્યમથી 7.5 ટકા વાર્ષિકના દર પર ગોલ્ડ લોન લઈ શકે છે. યોનો SBIથી ગોલ્ડ લોન માટે એપ્લાય કરનારા લોકોને પ્રોસેસિંગ ફીથી છૂટ મળશે.

આ પણ વાંચો- Domestic Flightમાં પ્રવાસ કરતા લોકોને ઝટકો, આજથી 12.5 ટકા વધુ ભાડું ચૂકવવું પડશે

પર્સનલ અને પેન્શન લોન લેનારા ગ્રાહકોને પણ થશે ફાયદો

SBIની વિવિધ ચેનલ્સથી પર્સનલ અને પેન્શન લોન (Personal and Pension Loan) લેનારા લોકોને બેન્ક પ્રોસેસિંગ ફીમાં 100 ટકાની છૂટ મળશે. આ ઉપરાંત SBIએ પર્સનલ લોન માટે એપ્લાય કરનારા કોવિડ વોરિયર્સ (Covid Warriors) જેવા ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સ (Frontline Healthworker Workers) ના મામલામાં વ્યાજદરમાં 0.50 ટકાની વિશેષ છૂટ આપવાની જાહેરાત કરી છે. એવી જ છૂટ કોવિડ વોરિયર્સને ટૂંક જ સમયમાં કાર અને ગોલ્ડ લોન માટે પણ મળશે.

જાણો, પ્લેટિનમ ટર્મ ડિપોઝિટ્સ (Platinum Term Deposits) શું છે?

રિટેલ ડિપોઝિટર્સ માટે SBI આઝાદીની 75મી વર્ષગાંઠ પર પ્લેટિનમ ટર્મ ડિપોઝિટ્સ (Platinum Term Deposits) લઈને આવ્યું છે, જે અંતર્ગત ગ્રાહક 75 દિવસ, 75 સપ્તાહ, 75 મહિનાની ટર્મ ડિપોઝિટ્સ પર 0.15 ટકા સુધી વધુનું વ્યાજ મેળવી શકે છે. આ ફાયદો 15 ઓગસ્ટથી લઈને 14 સપ્ટેમ્બર 2021 સુધી લઈ જઈ શકે છે. SBIના એમડી (રિટેલ અને ડિજિટલ બેન્કિંગ) સી. એસ. શેટ્ટીનું કહેવું છે કે, બેન્કની આ ઓફરથી બેન્કના ગ્રાહક લોન પર વધુ બચત કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.