- રેટિંગ એજન્સી ક્રિસિલે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો
- આ વર્ષે વાણિજ્યિક વાહનોના વેચાણમાં થશે ઘટાડો
- 32થી 37 ટકા વૃદ્ધિની જગ્યાએ 23થી 28 ટકા વૃ્દ્ધિનું અનુમાન
મુંબઈઃ રેટિંગ એજન્સી ક્રિસિલે પોતાનો એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહ્યું છે કે, કોરોના મહામારીની બીજી લહેરના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉનના કારણે વાણિજ્યિક વાહનોના વેચાણમાં વર્ષ 2021-22 દરમિયાન 23થી 28 ટકા વૃદ્ધિનુું અનુમાન છે, જ્યારે પહેલા 32થી 37 ટકા વૃદ્ધિની આશા હતી.
આ પણ વાંચો- રિલાયન્સે વર્ષ 2020-21માં CSR પાછળ રૂપિયા 1,140 કરોડ ખર્ચ કર્યો
વાણિજ્યિક વાહનોનું વેચાણ 2019ની તુલનામાં 30 ટકા ઓછું રહે તેવી શક્યતા
ક્રિસિલે સોમવારે જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, વૃદ્ધિ હોવા છતા કુલ વાણિજ્યિક વાહનોનું વેચાણ વર્ષ 2019ની તુલનામાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન લગભગ 30 ટકા ઓછું રહી શકે છે. કોરોના મહામારીને રોકવા ગયા વર્ષે લગાવવામાં આવેલા કડક લૉકડાઉન દરમિયાનનું વેચાણ દાયકાનુું સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2020-21માં વાણિજ્યિક વાહનોનું વેચાણ 21 ટકા ઘટીને 5,68,559 એકમ રહી ગયું હતું. જ્યારે 2019-20ના આ આંકડા 7,17,539 હતા.
આ પણ વાંચો- IT વિભાગ આજે નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ શરૂ કરશે
એપ્રિલમાં ભાડાના દરમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો
ક્રિસિલે જણાવ્યું હતું કે, વાણિજ્યિક વાહન ખંડમાં 2020 અને 2021 દરમિયાન ક્રમશઃ 29 ટકા અને 21 ટકાનો ઘટાડો આવ્યો છે. રેટિંગ એજન્સીના મતે, એપ્રિલમાં ભાડાના દરમાં લગભગ 20 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે અને મે મહિનામાં નફાને લઈને ઓપરેશનલમાં દબાણ રહ્યું હતું.