- પેટ્રોલ-ડીઝલના મુદ્દે રાહતના સમાચાર
- પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસને જીએસટી હેઠળ આવરી લેવાય એવી સંભાવના
- જી.એસ.ટી કાઉન્સિલની 45મી બેઠક પણ યોજાશે
ન્યૂઝ ડેસ્ક: પેટ્રોલ-ડીઝલના મુદ્દે રાહતના સમાચાર મળ્યા છે. પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ જેવાં પેટ્રોલિયમ ઉત્પાદનોને જી.એસ.ટી હેઠળ આવરી લેવાય એવી સંભાવના છે, ત્યારે એ જ દિવસે જી.એસ.ટી કાઉન્સિલની 45મી બેઠક પણ યોજાશે. કોરોના મહામારી બાદ કાઉન્સિલ પહેલીવાર રૂબરૂ મળશે. કેરળ હાઇકોર્ટના આગ્રહ બાદ પ્રધાનોના સમૂહે આ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. જો પ્રધાન સમૂહમાં આ મુદ્દે સહમતી થશે. તો આ પ્રસ્તાવ જી.એસ.ટી. કાઉન્સિલને સોંપવામાં આવશે. એ પછી કાઉન્સિલ આ પ્રસ્તાવ પર વિચારણા કરશે.
આ પણ વાંચો: પેટ્રોલ ડીઝલની કિંમતોમાં રાહત નહિ આપી શકે સરકાર, જાણો નાણાપ્રધાને શા માટે આમ કહ્યું?
વર્તમાન વેરાઓ કરતાં દર ઓછો
એમાં ઉમેરાય છે 55.70 રૂપિયા (એક્સાઇઝ+વેટ) ટેક્સ, એટલે કે 143% ટેક્સ ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી 31.80 રૂપિયા પ્રતિ લીટર 16.75 ટકા વેટ* ~41.41 બેઝ પ્રાઇસ એમાં ઉમેરાય છે 44.84 રૂપિયા (એક્સાઇઝ+વેટ) ટેક્સ, એટલે કે 108 ટકા ટેક્સ બેઝ પ્રાઇસ અને એક્સાઇઝ ડ્યૂટી પર વેટ લાગુ થાય છે. આ ઉદાહરણો દિલ્હીનાં છે. રાજ્યોમાં વેટના દર અલગ અલગ છે. GST બાદ સેસ શક્ય તોપણ ફાયદો જી.એસ.ટીમાં મહત્તમ સ્લેબ રેટ 28 ટકા છે. જોકે એના પર સેસ (તમાકુ ઉત્પાદનો પર 21 ટકાથી 160% છે) લાગુ કરવાનો વિકલ્પ ખુલ્લો છે. પેટ્રોલ-ડીઝલ જી.એસ.ટી. હેઠળ આવશે. તો તેના પર સેસ લાગુ થશે એ નક્કી છે, તેમ છતાં પણ વર્તમાન વેરાઓ કરતાં દર ઓછો જ રહેશે.