મુંબઇ: કંપનીના અધ્યક્ષ મુકેશ અંબાણી દેશમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભાને સંબોધન કરી હતી. કોરોના વાઇરસને કારણે, આ સામાન્ય સભા વર્ચ્યુઅલ રીતે કરવામાં આવી છે.
મુકેશ અંબાણીએ પોતાના 43માં એજીએમને સંબોધન કરતાં કહ્યું કે, રિલાયન્સે વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં જ 5G પ્લેટફોર્મ બનાવ્યું છે. સરકારની મંજૂરી મળતાં જ ટ્રાયલ શરૂ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, સર્ચ એન્જિન ગૂગલ જિઓ પ્લેટફોર્મમાં 7.7 ટકા હિસ્સો માટે 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અંબાણીએ કહ્યું કે નવા ભાગીદારો પાસેથી કુલ બે લાખ કરોડથી વધુનું રોકાણ આવ્યું છે. જેના કારણે રિલાયન્સ હવે સંપૂર્ણ દેવાથી મુક્ત થઈ ગઈ છે.
જાણો AGMની મુખ્ય વાતો:
- રિલાયન્સની આ પહેલી ઑનલાઇન AGM છે
- જિઓ મીટ 50 લાખ લોકોએ ડાઉનલોડ કરી. જે થોડા દિવસો પહેલા બનાવવામાં આવી હતી
- રિલાયન્સ દેશની પ્રથમ 12 લાખ કરોડ રૂપિયાની કંપની બની
- કંપનીને દેવું મુક્ત બનાવવાનું વચન પૂરુ કર્યું
- જિઓમાં 7.7 ટકા હિસ્સો માટે 33,737 કરોડનું રોકાણ કરશે ગૂગલ
- જિઓ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની
- અંબાણીએ નવા Jio TV + ને લોન્ચ કરવાની જાહેરાત કરી. તેમાં નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ બંને જોવા મળશે
- ભારતને 2G મુક્ત બનાવશે
- રિલાયન્સ દેશની પ્રથમ કંપની બની છે, જેનું માર્કેટકેપ 150 અબજ ડૉલર છે
- રિલાયન્સ જિઓ આવતા વર્ષે ભારતમાં 5G લોન્ચ કરી શકે છે
- અંબાણીએ કહ્યું કે આ વડા પ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત મિશનને સમર્પિત છે
- ગૂગલ સાથે મળીને 4G-5G ફોન બનાવશે
- રિલાયન્સ રિટેલ એ ભારતનો સૌથી મોટો અને સૌથી નફાકારક રિટેલ વ્યવસાય છે, જેની આવક રુપિયા 1,62,936 કરોડ છે.
- જ્યારે પણ કોરોના રસી બનાવવામાં આવશે, ત્યારે અમે તે તમામ ભારતીયોને ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરીશું
- રિલાયન્સ માર્કેટ કેપિટલાઇઝેશનની બાબતમાં વિશ્વના ટોચના 60 દેશોમાં સામેલ છે