નવી દિલ્હીઃ મોબાઇલ ફોન બનાવનારી વૈશ્વિક કંપની નોકિયાએ રાજીવ સુરીની જગ્યાએ પેક્કા લુંડમાર્કને અધ્યક્ષ અને સીઇઓ બનાવવાની ઘોષણા કરી હતી. કપંનીએ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, તેમના નિયામક મંડળે નવી નિમણુકને મંજૂરી આપી દીધી છે. લુંડમાર્ક આ વર્ષે 1 સપ્ટેમ્બરથી નવી જવાબદારી સંભાળશે અને ત્યાં સુધી સુરી આ પદ પર કામ કરશે. લુંડમાર્ક ફિનલેન્ડના એસ્પોમાં બેસશે. 1990-2000ની વચ્ચે તેઓ નોકિયામાં અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે.
હાલમાં તેઓ એસ્પૂમાં જ ઓઇલ કંપની ફોર્ટમના અધ્યક્ષ અને ચીફ એકિઝક્યુટિવ છે. અગાઉ તેઓ કન્સર્ન કંપનીના સીઇઓ હતા. જ્યારે સૂરી 25 વર્ષ સુધી નોકિયા સાથે જોડાયેલા હતા. સુરીએ કંપનીને પોતાની જવાબદારી છોડી દેવાની ઇચ્છા પહેલાથી જ વ્યક્ત કરી હતી. કંપનીએ જણાવ્યું હતુ કે, નવા સીઇઓની પંસદગી માટે નોકિયાના ડિરેક્ટરોએ સુરી સાથે મળી ને કામ કર્યુ હતું. અને આ કામ 2 માર્ચ 2020ના રોજ પુર્ણ થયું હતું.