ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28-29 ઓક્ટોબરે સાઉદી અરેબીયાની સત્તાવાર મુલાકાતે જશે. આ પ્રવાસ દરમિયાન રિયાદમાં ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ સમિટના ત્રીજા સત્રમાં ભાગ લેશે એને સાઉદીના પ્રિન્સ ક્રાઉન સાથે મુલાકાત કરશે.
આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન સાઉદી અરેબીયામાં રુપે કાર્ડ લોન્ચ કરશે. UAE અને બહેરિન બાદ સાઉદી અરેબિયા ત્રીજો ગલ્ફ દેશ છે, જ્યાં રુપે કાર્ડ લોન્ચ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયા ભારતની ઉર્જા આવશ્યકતાઓને વિશ્વસનીય રીતે પૂર્ણ કરી છે અને ડિસેમ્બર 2019 માં ભારત-સાઉદી સંયુક્ત રીતે નૌ-સૈનિક અભ્યાસમાં ભાગ લેશે. સાથે જ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આતંકવાદના સંબંધમાં બંને દેશો વચ્ચે કોઈ તફાવત નથી.
ભારત સાઉદી રક્ષા કર્મચારીઓને પુણે, દિલ્હીમાં પ્રશિક્ષણ આપી રહ્યું છે. જેથ આ જ ક્રમમાં 26 સાઉદી અધિકારી ગુજરાતના ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના એખ પાઠ્યક્રમમાં પણ સામેલ થઈ રહ્યા છે.