વડાપ્રધાન મોદીએ મંગળવારે જેપી મૉર્ગન ઈન્ટરનેશનલ કાઉન્સિલના જાણીતા સદસ્યો સાથે બેઠક કરી. મોદીએ તેમને 2024-25 સુધી ભારતને 5000 અરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના પ્રયત્નો અંગેની માહિતી આપી હતી. આ સદસ્યોમાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયર, અમેરિકાના પૂર્વ વિદેશપ્રધાન કોંડીલીઝા રાઈસ અને એક અન્ય વિદેશપ્રધાન હેનરી કિસિંગર તેમજ ટાટા સન્સના ચેરમેન રતન ટાટા પણ સામેલ થયા હતા.
વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વીટ કરી માહિતી આપી છે.