- જે સતત 19મા દિવસે પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price)ની કિંમતમાં કોઈ વધારો નહીં
- આજે પણ સરકારી તેલ કંપનીઓએ (Government oil companies) પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો નથી કર્યો
- 18 જુલાઈ પછી તેલની કિંમત સતત સ્થિર રહી છે, 17 જુલાઈએ પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 15 જુલાઈએ 15 પૈસા મોંઘુ થયું હતું
નવી દિલ્હીઃ દેશભરમાં આજે સતત 19મા દિવસે (5 ઓગસ્ટે) સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price) કોઈ ફેરફાર નથી કર્યો. 18 જુલાઈ પછીથી જ દેશમાં તેલની કિંમત સતત સ્થિર ચાલી રહી છે. 17 જુલાઈએ પેટ્રોલ 30 પૈસા પ્રતિલિટર મોંઘું થયું હતું. જ્યારે 15 જુલાઈએ ડીઝલ 15 પૈસા પ્રતિલિટર મોંઘું થયું હતું. જો આંતરરાષ્ટ્રીય કાચા તેલ બજાર (International crude oil market)ની વાત કરીએ તો, છેલ્લા કારોબારી સત્રમાં સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ (Standard Brent Crude) 0.18 ટકા વધીને 72.28 ડોલર પ્રતિ બેરલના સ્તર પર આવી ગયું હતું. જ્યારે વાયદા વેપારમાં આની કિંમત 5 રૂપિયાની તેજી સાથે 5,243 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગઈ છે.
આ પણ વાંચો-Gold Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ફરી એક વાર આવી તેજી, જુઓ શું છે ભાવ?
4 મેથી 17 જુલાઈની વચ્ચે પેટ્રોલ 11 રૂપિયા મોંઘું થયું
આપને જણાવી દઈએ કે, 4 મે અને 17 જુલાઈની વચ્ચે દર બીજા કે ત્રીજા દિવસની અંદર પેટ્રોલ 11 રૂપિયા પ્રતિલિટરથી વધુ મોંઘું થયું છે. જ્યારે ડીઝલ પણ 10 રૂપિયા પ્રતિલિટરથી વધુ મોંઘું થયું છે. દેશમાં તેલમાં સૌથી વધુ મોંઘવારી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જોવા મળી છે. આ કિંમત એટલા માટે વધુ છે. કારણ કે, અહીંનો સ્ટેટ ટેક્સ અન્ય રાજ્યો કરતા વધુ છે.
આ પણ વાંચો- Share Market: સપ્તાહના ચોથા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,200ને પાર
પેટ્રોલ-ડીઝલની વર્તમાન કિંમત
રાજ્ય | પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) | ડીઝલ (રૂ.) (પ્રતિલિટર) |
દિલ્હી | 101.84 | 89.87 |
મુંબઈ | 107.83 | 97.45 |
કોલકાતા | 102.08 | 93.02 |
ચેન્નઈ | 102.49 | 94.39 |
બેંગલુરૂ | 105.25 | 95.26 |
ભોપાલ | 110.20 | 98.67 |
લખનઉ | 98.92 | 90.26 |
પટના | 104.25 | 95.57 |
ચંદીગઢ | 97.93 | 89.50 |
અમદાવાદ | 98.65 | 96.81 |
SMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે
પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઈન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.
નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.