- પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નહીં
- દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા
- દિલ્હીમાં ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લીટર
નવી દિલ્હી : સરકારી તેલ કંપનીઓએ મોંઘા પેટ્રોલ-ડીઝલથી સતત 22 માં દિવસે સામાન્ય લોકોને રાહત આપી છે. રવિવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે, એટલે કે દરોમાં કોઈ ફેરફાર થયો નથી. IOCL ની વેબસાઈટ મુજબ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલના ભાવમાં 22 દિવસ સુધી કોઇ વધારો જોવા મળ્યો નથી
મે મહિનાથી સતત વધી રહેલા પેટ્રોલના ભાવમાં 22 દિવસ સુધી કોઇ વધારો જોવા મળ્યો નથી. તો આ સાથે જ, છેલ્લા 42 દિવસમાં કિંમતોમાં વધારાની વાત કરીએ તો પેટ્રોલ લગભગ 11.52 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. ડીઝલ 9.08 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.
છેલ્લો ફેરફાર 17 મી જુલાઈએ થયો હતો
18 જુલાઈથી ઈંધણના ભાવ સ્થિર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 17 જુલાઈએ જોવા મળ્યો હતો. 17 જુલાઈના રોજ પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું, જ્યારે ડીઝલના દર સ્થિર હતા.
આજના પેટ્રોલ-ડીઝલ ભાવ
- દિલ્હી પેટ્રોલ -101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ પેટ્રોલ - 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ -102.49 રૂપિયા અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ - 102.08 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર
- બેંગલુરુ પેટ્રોલ - 105.25 રૂપિયા અને ડીઝલ 95.26 રૂપિયા પ્રતિ લીટર
- અમદાવાદ - પેટ્રોલ 98.66 રૂપિયા અને ડીઝલ 96.85 રૂપિયા પ્રતિ લીટર
- સુરત - પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર
- વડોદરા - પેટ્રોલ 98.32 રૂપિયા અને ડીઝલ 96.48 રૂપિયા પ્રતિ લીટર
- રાજકોટ - પેટ્રોલ 98.42 રૂપિયા અને ડીઝલ 96.61 રૂપિયા પ્રતિ લીટર
પેટ્રોલનો ભાવ લોકોને પરેશાન કરી રહ્યો છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર છે. આ ઉપરાંત મહાનગરોમાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં પેટ્રોલ પહેલા જ 100 રૂપિયા પ્રતિ લીટરના આંકડાને પાર કરી ચૂક્યું છે.