- દેશમાં તમામ મહાનગરોમાં પેટ્રોલની કિંમત (Petrol Price) પ્રતિ લિટર 100 રૂપિયાને પાર
- આજે સતત 17મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત (The price of petrol-diesel)માં કોઈ વધારો નથી થયો
- ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) છેલ્લે 18 જુલાઈએ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કર્યો હતો
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Price)માં આજે સતત 17મા દિવસે કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 97.45 રૂપિયા છે. આપને જણાવી દઈએ કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) છેલ્લે 18 જુલાઈએ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કર્યો હતો. ત્યારથી આજ દિન સુધી કિંમતો સ્થિર છે.
આ પણ વાંચોઃ Petrol Pump Federation: રાજ્યમાં દરેક પેટ્રોલ પંપ દર ગુરુવારે નહીં ખરીદે પેટ્રોલ
દિલ્હીમાં પેટ્રોલ 101.84 રૂપિયા થયું
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 101.84 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લિટર છે. આ જ હાલ તમામ મહાનગરોનો છે, જ્યાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી છે. કોલકાતામાં પેટ્રોલ 102.08 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 93.02 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 101.49 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 94.39 રૂપિયા પ્રતિ લિટર છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 100ને પાર પહોંચતા વડોદરામાં કોંગ્રેસની સાયકલ યાત્રા, પ્રદેશ પ્રમુખ સહિત 20ની અટકાયત
ભોપાલમાં પેટ્રોલની કિંમત 110.20 રૂપિયા પહોંચી
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પેટ્રોલ 110.20 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની કિંમત 98.67 રૂપિયા પ્રતિ લિટર છે. તો પટનામાં પેટ્રોલ 104.25 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 95.57 રૂપિયા પ્રતિ લિટર છે. લખનઉની વાત કરીએ તો, અહીં પેટ્રોલની કિંમત 98.92 રૂપિયા પ્રતિલિટર છે. જ્યારે ડીઝલની કિંમત 90.26 રૂપિયા છે.