- દેશભરમાં પેટ્રોલની કિંમત (Petrol Price) સતત વધી રહી છે
- 3 દિવસથી પેટ્રોલની કિંમત (Petrol Price) સ્થિર રહી હતી
- અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 100ને પાર
નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલની કિંમત (Petrol Price) સતત વધી રહી છે. જોકે, છેલ્લા 3 દિવસથી પેટ્રોલની કિંમત (Petrol Price) સ્થિર રહી હતી, પરંતુ આજે ફરી એક વાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલ-ડીઝલની કિંમતે સદી ફટકારી છે. ડીઝલ પણ અનેક જગ્યાએ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ચૂક્યું છે. જ્યારે ગુજરાતના અમદાવાદમાં હજી પણ પેટ્રોલની કિંમત 100ની નીચે એટલે કે 98 રૂપિયા પ્રતિ લિટર છે, પરંતુ ટૂંક સમયમાં અહીં પણ પેટ્રોલની કિંમત સદી ફટકારે તો નવાઈ નહીં. ત્યારે અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 98.65 રૂપિયા છે.
આ પણ વાંચો- Petrol Prices: ગુજરાતમાં પેટ્રોલે ફટકારી સદી
અત્યારે સૌથી મોઘું પેટ્રોલ મધ્યપ્રદેશમાં
દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઐતિહાસિક ઉંચાઈએ પહોંચી છે. કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલ-ડીઝલની કિંમત (The price of petrol-diesel) 100ને પાર થઈ ચૂકી છે. જોકે, આજે (બુધવારે) પેટ્રોલ-ડીઝલની કિંમત (The price of petrol-diesel) સ્થિર રહી છે અને આ સતત ચોથો દિવસ છે, જ્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (The price of petrol-diesel) કોઈ ફેરફાર નથી થયો. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત (Petrol Price) 101.84 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત (Diesel Rate) 89.87 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. અત્યારે સૌથી મોઘું પેટ્રોલ મધ્યપ્રદેશમાં છે. અહીં પેટ્રોલની પ્રતિ લિટર કિંમત 112.36 રૂપિયા છે. જ્યારે સૌથી મોંઘુ ડીઝલ ભોપાલમાં છે. અહીં ડીઝલની પ્રતિ લિટર કિંમત 98.67 રૂપિયા થઈ છે.
આ પણ વાંચો- ભાવનગરમાં Petrol 100.16 પૈસે લિટર : લોકોએ સવાલ કર્યા 50 રૂપિયાની વાત કરી હતી આમાં ગરીબ કેમ જીવે?
ચાર દિવસથી દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 101.84 રૂપિયા
રવિવારે કિંમત વધ્યા પછી સોમવાર અને મંગળવારે સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રહી છે. છેલ્લા ચાર દિવસથી દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 101.84 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 89.87 રૂપિયા છે. આપને જણાવી દઈએ કે, વિદેશી ચલણના દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં (International market) ક્રુડની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ અપડેટ કરવામાં આવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા પછી રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે.