- પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી ઉછાલો
- 24 સપ્ટેમ્બરથી ફરી એક વખત ઈંધણના ભાવમાં વધારો શરૂ થયો
- એક સપ્તાહમાં પેટ્રોલની કિંમતમાં 1.80 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો
દિલ્હી: સતત વઘતી જતી મોંઘવારીનો માર કોને પડી રહ્યો છે, જનતા ને સરકાર ને? 6 ઓક્ટોબર, 2021ને બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 30 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. જ્યારે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ પેટ્રોલ 100 ને પાર કરી ગયું છે. 24 સપ્ટેમ્બરથી ફરી એક વખત ઈંધણના ભાવમાં વધારો શરૂ થયો છે.. આજના ભાવવધારા બાદ દેશમાં ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2.80 પૈસાનો વધારો થયો છે. એક સપ્તાહમાં પેટ્રોલની કિંમતમાં 1.80 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.
તેલના ભાવ સતત વધી રહ્યા છે અને તેમાં હજુ રાહતની કોઈ આશા નથી. સોમવારે એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે, ભારત પાસે કિંમતો વધારવાનું ટાળવાનો કોઈ વિકલ્પ નથી અને આંતરરાષ્ટ્રીય કિંમતોમાં સતત વધારાને કારણે ઓઈલ કંપનીઓ ગ્રાહકો પર બોજ નાખવા મજબૂર છે.
પેટ્રોલ ડીઝલની પ્રતિ લિટર કિંમત
- દિલ્હી: પેટ્રોલ - 102.94, ડીઝલ - 91.42
- મુંબઈ: પેટ્રોલ - 108.96, ડીઝલ - 99.17
- કોલકાતા: પેટ્રોલ - 103.65, ડીઝલ - 94.53
- ચેન્નઈ: પેટ્રોલ - 100.49, ડીઝલ - 95.93
- બેંગલુરુ: પેટ્રોલ - 106.52, ડીઝલ - 97.03
- ભોપાલ: પેટ્રોલ - 111.45, ડીઝલ - 100.42
- લખનઉ: પેટ્રોલ - 100.01, ડીઝલ - 91.85
- પટના: પેટ્રોલ - 105.89, ડીઝલ - 97.85
- ચંદીગઢ: પેટ્રોલ - 99.09, ડીઝલ - 91.15
લોકોના ખિસ્સા ખાલી થતાં જાય છે
દિવસેને દિવસે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો બરકરાર છે, એક તરફ લોકોના ખિસ્સા ખંખેરાય રહ્યા છે. તો બીજી બાજુ સરકારી અધિકારીઓનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય કિંમતોમાં સતત વધારાને કારણે ઓઈલ કંપનીઓ ગ્રાહકો પર બોજ નાખવા મજબૂર છે. પરંતુ સવાલ એ થાય છે કે, શું માત્ર ભારતને જ આ ફટકો પડી રહ્યો છે? અન્ય કેટલાક દેશોની તુલનામાં ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમત હાઈ લેવલ જોવા મળે છે. લોકોના ખિસ્સા ખાલી થતાં જાય છે...! ભારત સરકારના નિવેદનો સાંભળીને જનતાને ક્યાં સુઘી કામ ચલાવવાનું રહશે તે હવે જોવુ રહ્યું.
આ પણ વાંચોઃ આસ્થાની કોઇ કિંમત ન હોય, પણ ગણેશજીની આ પ્રતિમાની કિંમત જાણીને તમે પણ ચોંકી ઉઠશો