- માર્કેટના જાણકાર એક સૂત્રએ આ માહિતી આપી
- રોકાણકારોને તેમના કેટલાક શેર વેચવાની તક પણ મળશે
- પેટીએમના પ્રવક્તાએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો
ન્યુ દિલ્હી: ડિજિટલ પેમેન્ટ્સ અને નાણાકીય સેવા પ્રદાતા કંપની પેટીએમના બોર્ડે આ વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બરના ક્વાર્ટરમાં પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) દ્વારા આશરે 22,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. માર્કેટના જાણકાર એક સૂત્રએ આ માહિતી આપી.
આ પણ વાંચોઃ પેટીએમ 1 મે બાદ 21,000 ઓક્સિજન કોન્ટ્રેટર્સ દેશમાં ઉપલબ્ધ કરાવશે
માર્કેટ વેલ્યુ 2 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહેશે
સૂત્રોના જણાવ્યા મુજબ, કંપનીનો લક્ષ્યાંક છે કે, આ આઈપીઓમાં, તેના સમગ્ર ઉપક્રમની માર્કેટ વેલ્યુ 2 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહેશે.
કંપનીને આઈપીઓથી 21,000-22,000 કરોડ રૂપિયાની મૂડી એકત્ર કરવાની અપેક્ષા
ઘટનાક્રમની જાણકારી રાખનારા એક સ્ત્રોતએ જણાવ્યું હતું કે, પેટીએમના નિદેશક મંડળે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં મોટા આઈપીઓ માટેની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. કંપનીને આ આઈપીઓથી આશરે 21,000-22,000 કરોડ રૂપિયાની મૂડી એકત્ર કરવાની અપેક્ષા છે. આનાથી હાલના રોકાણકારોને તેમના કેટલાક શેર વેચવાની તક પણ મળશે.
કંપનીના નિયામક મંડળની બેઠક મળી હતી
ગયા શુક્રવારે કંપનીના નિયામક મંડળની બેઠક મળી હતી. જ્યારે paytmના પ્રવક્તાએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જો કંપની તેની યોજના મુજબ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થાય છે, તો તે દેશના સૌથી મોટા આઈપીઓમાંની એક હોઈ શકે છે.
આ પણ વાંચોઃ પ્લે સ્ટોર પર ફરી દેખાયું પેટીએમ એપ, નીતિઓના ઉલ્લંઘનનો લાગ્યો હતો આરોપ
paytmના શેરધારકોમાં વિવિધ ભાગીદારો છે
paytmના શેરધારકોમાં અલીબાબાના એન્ટ ગ્રુપ (29.71 ટકા), સોફ્ટબેંક વિઝન ફંડ (19.63 ટકા), સૈફ પાર્ટનર્સ (18.56 ટકા), વિજય શેખર શર્મા (14.67 ટકા)ના હિસ્સેદાર છે. એજીએચ હોલ્ડિંગ, ટી રોવ પ્રાઇઝ અને ડિસ્કવરી કેપિટલ અને બર્કશાયર હાથવે મળીને કંપનીમાં કુલ મળીને 10 ટકાથી ઓછી હિસ્સેદારી છે.