વિયના: ક્રૂડ તેલ ઉત્પાદક અને નિકાસ કરતા દેશો, રશિયાના નેતૃત્વ વાળી ઓપેક અને અન્ય મોટા ખનિજ તેલ ઉત્પાદક દેશોના મંચની સોમવારે, 6 એપ્રિલે બેઠક યોજાશે.
આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. ક્રૂડ ઓઇલના વિશ્વના મોટા ઉત્પાદક સાઉદી અરેબિયાએ ગુરુવારે ઓપેક અને અન્ય મોટા તેલ નિકાસ કરનારા દેશોની બેઠક બોલાવીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.
રશિયા સામે ક્રુડ ઓઇલના ભાવ ઘટાડવામાં લાગેલા સાઉદી અરેબિયાએ હવે કહ્યું છે કે તે ક્રૂડ ઓઇલના બજારમાં સ્થિરતા લાવવા માંગે છે.