- RBIની પોલિસી જાહેર થાય તે પહેલા શેર બજારની ફ્લેટ શરૂઆત
- સેન્સેક્સ 5.01 પોઈન્ટ (0.01 ટકા)ના વધારા સાથે 52,237.44ના સ્તર પર
- નિફ્ટી 0.90 ટકા (0.01 ટકા)ની મજબૂતી સાથે 15,691.30ના સ્તર પર
અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી નબળા સંકેત મળતા સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે ભારતીય શેર બજારની ફ્લેટ શરૂઆત થઈ છે. એટલે કે RBI (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા) પોલિસીની જાહેરાત પહેલા બજારની શરૂઆત ફ્લેટ થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 5.01 પોઈન્ટ (0.01 ટકા)ના વધારા સાથે 52,237.44ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 0.90 ટકા (0.01 ટકા)ની મજબૂતી સાથે 15,691.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ મુકેશ અંબાણીએ COVID-19 મહામારી વચ્ચે ન લીધો પગાર
આ શેર પર સૌની નજર રહેશે
RBIની ક્રેડિટ પોલિસી પર સૌની નજર રહેશે. આ સાથે જ LUPIN, ટેલિકોમ મેન્યુફેક્ચરર્સ, જ્વેલરી શેર્સ, IDBI BANK, M&M, DMART, F&O જેવી કંપનીના શેર્સ પર તમામ રોકાણકારોની નજર ટકી રહેશે.
આ પણ વાંચોઃ IndiGo વરિષ્ઠ કર્મચારીઓ માટે પગાર યોજના વિના રજા જાહેર કરી
DOW FUTURESમાં પણ સામાન્ય નબળાઈ જોવા મળી
વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 3 પોઈન્ટના ઘટાડા સાથે 15,692ની આસપાસ વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.11 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 141.22 પોઈન્ટના વધારા સાથે 29,048.28ની આસપાસ વેપાર કરી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.54 ટકાના ઘટાડા સાથે 28,916.89ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.07 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે કોસ્પીમાં 0.47 ટકાની મજબૂતી તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.08 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, DOW નીચલા સ્તરથી રિકવર થઈને સપાટ બંધ થયો છે. જ્યારે DOW FUTURESમાં પણ સામાન્ય નબળાઈ જોવા મળી રહી છે.