ETV Bharat / business

મૂડીરોકાણથી વિકાસને વેગ મળશે અને મંદી 'મંદ' પડશે - Impact of rural areas on economy

ન્યૂઝ ડેસ્કઃ અર્થતંત્રને અસર કરતાં બે પરિબળો- ઉપભોગ અને મૂડીરોકાણ સુસ્તીમાં છે. વર્ષ 2012-14 દરમિયાન ખાનગી ઇક્વિટી જે 66.2 ટકા હતી તે વર્ષ 2015-19 દરમિયાન ઘટીને 57.9 ટકા થઈ ગઈ. મૂડીરોકાણ દર ઘટીને 32.3 ટકા થઈ ગયો અને વૃદ્ધિ દર છ વર્ષમાં ઘટીને સૌથી નીચા સ્તરે પહોંચી ગયો. આ આંકડાઓ આવનારી આર્થિક કટોકટીના એંધાણ આપે છે. આર્થિક અસમાનતા, મૂળભૂત આંતરમાળખાનો અભાવ અને નબળું ગ્રામીણ અર્થતંત્ર કારણરૂપ છે. આવા કઠિન સમયમાં અર્થતંત્રને મજબૂત કરવા કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ દાખલ કરી છે. તેણે મૂડીરોકાણને પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહનો જાહેર કર્યાં છે. કેટલાંક પ્રોત્સાહનોમાં કૉર્પોરેટ કર અગાઉના 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરવો, બાંધકામ માટે ધિરાણ વધારવાનો સમાવેશ થાય છે. ગૃહ ધિરાણ કંપનીઓને ભંડોળ વધારીને રૂ. 30,000 કરોડ કરવાનું પગલું અગત્યનું છે.

investment will accelerate growth and stop recession ભારતમાં મંદી ભારતીય અર્થતંત્રની પરિસ્થિતિ અર્થતંત્રને અસર કરતા પરિબળો ગ્રામીણ અર્થતંત્ર અર્થતંત્ર પર ગ્રામીણ ક્ષેત્રોની અસર Factors affecting the economy The situation of the Indian economy Impact of rural areas on economy Rural economy
author img

By

Published : Nov 22, 2019, 1:04 PM IST

ખાતાવહી (બજેટ) સત્રમાં એવી જાહેરાત કરાઈ હતી કે મૂળભૂત આંતરમાળખા ઉદ્યોગમાં રૂ. 1 કરોડ કરોડનું મૂડીરોકાણ કરાશે. દરેક પરિયોજનામાં કેટલું મૂડીરોકાણ કરવું તે રકમ કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા નિયુક્ત નિષ્ણાત સમિતિ દ્વારા નક્કી કરાશે. એમાં કોઈ શંકા નથી કે આવું જંગી મૂડીરોકાણ આંતરમાળખા ઉદ્યોગને પ્રભાવિત કરશે. તે આ મૂડીરોકાણ પર વળતર (રિટર્ન) ઊભું કરશે અને અર્થતંત્રને મજબૂત કરશે. પરિણામે, મૂડી પ્રવાહિતા વધશે. પ્રશંસનીય જીડીપી મેળવવા અને તેને સતત જાળવી રાખવા માટે, યોજનાઓને કાગળ પૂરતી સીમિત રાખવાના બદલે તેમનો અસરકારક અમલ થાય તે જરૂરી છે.

રાષ્ટ્રના માનવ સંસાધન અને આર્થિક વિકાસ તેણે સામાજિક અને ક્રિયાશીલ આંતરમાળખા સર્જનમાં સાધેલી પ્રગતિ સાથે આંતરસંબંધથી જોડાયેલાં છે. જો ગુણવત્તાસભર આંતરમાળખું ઘરેલુ ઉત્પાદન માટે અગત્યનું છે તો સામાજિક આંતરમાળખું માનવ સંસાધન અને આર્થિક વિકાસ માટે અગત્યનું છે. ગુણવત્તાસભર શિક્ષણ અને તંદુરસ્ત જીવવાની સ્થિતિ જ માનવ સંસાધનોના વિકાસની બાંયધરી આપી શકે છે. અનેક સંગઠનોએ સરકારોને ખાતાવહીના ઓછામાં ઓછા છ ટકા શિક્ષણમાં રોકવાનો અનુરોધ કર્યો છે, પરંતુ ટકાવારી 4.6 ટકા સુધી જ મર્યાદિત રહી છે. તે આંતરરાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે. જ્યારે ભારત કુલ જીડીપીના માત્ર 1.5 ટકા આરોગ્યકાળજી પર ખર્ચ કરે છે, ત્યારે અમેરિકા લગભગ 18 ટકા ખર્ચ કરે છે. પરિણામે ભારતીયોને શિક્ષણ અને આરોગ્યકાળજી પર વધુ ખર્ચ કરવાની જરૂર પડે છે.1991ના આર્થિક સુધારાઓ પછી, દેશમાં આર્થિક અસમાનતા વધી જ છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં, 1993-94થી અસમાનતાના સૂચકાંકમાં અસાધારણ વધારો નોંધાયો છે. વર્ષ 2017માં, સૌથી ધનિક એક ટકા લોકો પાસે ૭3 ટકા સંપત્તિની માલિકી હતી. ૬૭ ટકા વસતિની આવકમાં માત્ર એક ટકા વધારો થયો હતો.

મૂડીરોકાણથી વિકાસને વેગ મળશે અને મંદી અટકશે
મૂડીરોકાણથી વિકાસને વેગ મળશે અને મંદી અટકશે
વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંક ( 2018) મુજબ, સર્વે કરાયેલા 140 દેશોમાં ભારત 5૮મા ક્રમે છે. 28મા ક્રમે રહેલું ચીન બ્રિક્સ રાષ્ટ્રોમાં સૌથી શ્રેષ્ઠ કાર્યપ્રદર્શન કરનાર છે. ભારત મૂળભૂત આંતરમાળખા અને સુવિધાઓ પર ઓછો ખર્ચ કરે છે. માર્ચ 2019 સુધીમાં, ભારતે આંતરમાળખાના સર્જન પર જીડીપીના માત્ર 29.8 ટકા જ ખર્ચ કર્યો છે, જે 15 વર્ષની સરેરાશ કરતાં પણ ઓછો છે. આંતરમાળખાના વિકાસથી લોખંડ, સિમેન્ટ, સ્ટીલ, રિયલ એસ્ટેટ અને ઑટોમોબાઇલ જેવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે. આંતરમાળખાના ક્ષેત્રમાં જીડીપમાં 4-5 ટકા ખાધ છે. જો આ ખાધ પૂરી થાય તો આર્થિક વૃદ્ધિને વેગ મળી શકે. પછી આંતરમાળખા પાછળ ખર્ચેલા એક ટકાથી જીડીપીમાં બે ટકા વૃદ્ધિ થશે.જ્યારે વૈશ્વિક અર્થતંત્રો સાથે સરખામણી કરવામાં આવે તો ભારતીય આંતરમાળખું ઉતરતી કક્ષાનું છે. ટેલિકૉમ, રાજમાર્ગો અને રેલવેનું કામકાજ સુધર્યું છે. જો ચીન સાથે સરખામણી કરવામાં આવે તો ભારત માથાદીઠ આવકમાં પણ પાછળ દોડી રહ્યું છે. જો અન્ય વિકાસશીલ દેશો સાથે સરખામણી કરવામાં આવે તો ભારતમાં વીજ પૂરવઠો અને માથા દીઠ તેનો વપરાશ, ઇન્ટરનેટ જોડાણ, ઉડ્ડયન અને બંદરગાહની ગુણવત્તા ઓછી છે. આંતરમાળખું લીઝ પર આપવું અને ધિરાણ સેવાઓ (IL&FS)ની કટોકટી પછી, મેન્યુફૅક્ચરિંગ ઉદ્યોગને ખૂબ ફટકો પડ્યો છે. બૅન્કિંગ ઇત્તર ધિરાણ નિગમો (એનબીએફસી)એ વિકાસ પરિયોજનાઓને ધિરાણ આપવાનું બંધ કર્યું છે. વધતી જતી વસતિની જરૂરિયાતોને પહોંચી વળવા, પ્રવર્તમાન આંતરમાળખાના વિકાસની સાથે નવી પ્રણાલિઓ વિકસાવવી જ રહી. આ પ્રાપ્ત કરવા માટે કડક નિયંત્રણકારી વ્યવસ્થા સ્થાપવી જોઈશે.સામાજિક રીતે પછાત વર્ગોના ઉત્થાન માટે, ખર્ચ આરોગ્યકાળજી અને શિક્ષણ સુધારવા પાછળ કરવો જ જોઈએ. મૂળભૂત સુવિધાઓ માટે કરાયેલા મૂડીરોકાણનાં પરિણામ આવતા લાંબો સમય લાગી શકે છે. પરંતુ માત્ર પસંદગીનાં ક્ષેત્રોમાં વૃદ્ધિથી જ દેશનું અર્થંતંત્ર ન બચી શકે. ચીનના મજબૂત સ્પર્ધક બનવા, કામચલાઉ રાહત પેકેજની અવગણના કરવી જોઈએ અને પડકારોનો તરત જ હલ કાઢવો જોઈએ. ગરીબ લોકોની આજીવિકા સુધારવા માટે પગલાં લેવાવાં જ જોઈએ. આ પગલાંઓ તેમની આવક અને કૌશલ્ય વિકસાવવા માટે હોવાં જોઈએ. સ્વતંત્રતાની શરૂઆતના દિવસોમાં સ્થપાયેલી વિકાસ બૅન્કો હવે વ્યાવસાયિક બૅન્કો બની ગઈ છે. આ બૅન્કોની ધિરાણ પ્રણાલિ તેની મૂડી અને દેવામાં અસમાનતા માટે જવાબદાર છે. આથી જ તેઓ મોટી વિકાસ પરિયોજનાઓને ધિરાણ આપવા ખાસ ઉત્સુક નથી. આથી સરકારોએ વિકાસ બૅન્કોની સંખ્યા વધારવી જોઈએ.વર્તમાન આર્થિક પરિદૃશ્યમાં, સરકારનો ખર્ચ મહત્ત્વનું પરિબળ બની રહે છે. પરંતુ કેન્દ્ર સરકારની નાણાકીય ખાધ એફઆરબીએમે નિર્ધારિત કરેલી મર્યાદા ક્યારની વટી ગઈ છે. જોકે સરકાર આટલી મોટી રકમ ખર્ચી શકે કે કેમ તે હજુ શંકાસ્પદ છે. અસીમ સરકારી ખર્ચથી મોંઘવારી પણ વધી શકે છે. વર્તમાન કટોકટીનો જવાબ આ મુદ્દાને ઉકેલવાના સરકારના નિર્ણયોમાં રહેલો છે. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી રથીન રોય મુજબ, ભારતીય અર્થતંત્ર પર વિશાળ કટોકટીના ઓળા ઝળુંબી રહ્યા છે. ઉચ્ચ સામાજિક-આર્થિક વર્ગમાં રહેલા 10 કરોડ લોકોની ખરીદીની જરૂરિયાતોએ અત્યાર સુધી દેશના અર્થતંત્રને પ્રભાવિત કર્યું છે. તેમણે તેમને જરૂરી છે તે ઉત્પાદનો અને સેવાઓ ક્યારની પ્રાપ્ત કરી લીધી છે. પરિણામે, સંબંધિત ક્ષેત્રોમાં સુસ્તી આવી ગઈ છે.ભારત જેવાં વિકાસશીલ અર્થતંત્રોમાં આ નુકસાનરૂપ છે. સંપત્તિ વિતરણમાં અસમાનતા અર્થતંત્ર માટે મોટો ફટકો છે. જો અસમાનતા હજુ પણ વધતી જશે તો નીચલો વર્ગ ઉચ્ચ વર્ગ તરફ આગળ વધે તેના સમયગાળામાં ખૂબ વિલંબ થશે. વૃદ્ધિ દર જાળવી રાખવા, સરકારે આર્થિક અને માનવ સંસાધનો વ્યાપકપણે એકઠાં કરવાં જોઈએ. જો આર્થિક અસમાનતા વધશે તો માનવ સંસાધનો પ્રાપ્ય બનવામાં ઘટાડો આવશે. બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા આવાં પરિદૃશ્યનાં ઉદાહરણો છે. આ બંને દેશો લાંબા સમય સુધી તેમના વૃદ્ધિ દરમાં પૂરપાટ આગળ વધી રહ્યા હતા પરંતુ તેનાથી મોટા ભાગના નાગરિકોની જિંદગીમાં પરિવર્તન લાવી શક્યા નહીં. આનું પુનરાવર્તન ભારતમાં પણ થયું છે.

Intro:Body:

મૂડીરોકાણથી વિકાસને વેગ મળશે અને મંદી અટકશે 

ન્યૂઝ ડેસ્કઃ અર્થતંત્રને અસર કરતાં બે પરિબળો- ઉપભોગ અને મૂડીરોકાણ સુસ્તીમાં છે. વર્ષ ૨૦૧૨-૧૪ દરમિયાન ખાનગી ઇક્વિટી જે ૬૬.૨ ટકા હતી તે વર્ષ ૨૦૧૫-૧૯ દરમિયાન ઘટીને ૫૭.૫ ટકા થઈ ગઈ. મૂડીરોકાણ દર ઘટીને ૩૨.૩ ટકા થઈ ગયો અને વૃદ્ધિ દર છ વર્ષમાં ઘટીને સૌથી નીચા સ્તરે પહોંચી ગયો. આ આંકડાઓ આવનારી કટોકટીના એંધાણ આપે છે. આર્થિક અસમાનતા, મૂળભૂત આંતરમાળખાનો અભાવ અને નબળું ગ્રામીણ અર્થતંત્ર કારણરૂપ છે. આવા કઠિન સમયમાં અર્થતંત્રને મજબૂત કરવા કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ દાખલ કરી છે. તેણે મૂડીરોકાણને પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહનો જાહેર કર્યાં છે. કેટલાંક પ્રોત્સાહનોમાં કૉર્પોરેટ કર અગાઉના ૩૦ ટકાથી ઘટાડીને ૨૨ ટકા કરવો, બાંધકામ માટે ધિરાણ વધારવાનો સમાવેશ થાય છે. ગૃહ ધિરાણ કંપનીઓને ભંડોળ વધારીને રૂ. ૩૦,૦૦૦ કરોડ કરવાનું પગલું અગત્યનું છે. 

ખાતાવહી (બજેટ) સત્રમાં એવી જાહેરાત કરાઈ હતી કે મૂળભૂત આંતરમાળખા ઉદ્યોગમાં રૂ. ૧ કરોડ કરોડનું મૂડીરોકાણ કરાશે. દરેક પરિયોજનામાં કેટલું મૂડીરોકાણ કરવું તે રકમ કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા નિયુક્ત નિષ્ણાત સમિતિ દ્વારા નક્કી કરાશે. એમાં કોઈ શંકા નથી કે આવું જંગી મૂડીરોકાણ આંતરમાળખા ઉદ્યોગને પ્રભાવિત કરશે. તે આ મૂડીરોકાણ પર વળતર (રિટર્ન) ઊભું કરશે અને અર્થતંત્રને મજબૂત કરશે. પરિણામે, મૂડી પ્રવાહિતા વધશે. પ્રશંસનીય જીડીપી મેળવવા અને તેને સતત જાળવી રાખવા માટે, યોજનાઓને કાગળ પૂરતી સીમિત રાખવાના બદલે તેમનો અસરકારક અમલ થાય તે જરૂરી છે.

રાષ્ટ્રના માનવ સંસાધન અને આર્થિક વિકાસ તેણે સામાજિક અને ક્રિયાશીલ આંતરમાળખા સર્જનમાં સાધેલી પ્રગતિ સાથે આંતરસંબંધથી જોડાયેલાં છે. જો ગુણવત્તાસભર આંતરમાળખું ઘરેલુ ઉત્પાદન માટે અગત્યનું છે તો સામાજિક આંતરમાળખું માનવ સંસાધન અને આર્થિક વિકાસ માટે અગત્યનું છે. ગુણવત્તાસભર શિક્ષણ અને તંદુરસ્ત જીવવાની સ્થિતિ જ માનવ સંસાધનોના વિકાસની બાંયધરી આપી શકે છે. અનેક સંગઠનોએ સરકારોને ખાતાવહીના ઓછામાં ઓછા છ ટકા શિક્ષણમાં રોકવાનો અનુરોધ કર્યો છે, પરંતુ ટકાવારી ૪.૬ ટકા સુધી જ મર્યાદિત રહી છે. તે આંતરરાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે. જ્યારે ભારત કુલ જીડીપીના માત્ર ૧.૫ ટકા આરોગ્યકાળજી પર ખર્ચ કરે છે, ત્યારે અમેરિકા લગભગ ૧૮ ટકા ખર્ચ કરે છે. પરિણામે ભારતીયોને શિક્ષણ અને આરોગ્યકાળજી પર વધુ ખર્ચ કરવાની જરૂર પડે છે.૧૯૯૧ના આર્થિક સુધારાઓ પછી, દેશમાં આર્થિક અસમાનતા વધી જ છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં, ૧૯૯૩-૯૪થી અસમાનતાના સૂચકાંકમાં અસાધારણ વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૭માં, સૌથી ધનિક એક ટકા લોકો પાસે ૭૩ ટકા સંપત્તિની માલિકી હતી. ૬૭ ટકા વસતિની આવકમાં માત્ર એક ટકા વધારો થયો હતો.

વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંક (૨૦૧૮) મુજબ, સર્વે કરાયેલા ૧૪૦ દેશોમાં ભારત ૫૮મા ક્રમે છે. ૨૮મા ક્રમે રહેલું ચીન બ્રિક્સ રાષ્ટ્રોમાં સૌથી શ્રેષ્ઠ કાર્યપ્રદર્શન કરનાર છે. ભારત મૂળભૂત આંતરમાળખા અને સુવિધાઓ પર ઓછો ખર્ચ કરે છે. માર્ચ ૨૦૧૯ સુધીમાં, ભારતે આંતરમાળખાના સર્જન પર જીડીપીના માત્ર ૨૯.૮ ટકા જ ખર્ચ કર્યો છે, જે ૧૫ વર્ષની સરેરાશ કરતાં પણ ઓછો છે. આંતરમાળખાના વિકાસથી લોખંડ, સિમેન્ટ, સ્ટીલ, રિયલ એસ્ટેટ અને ઑટોમોબાઇલ જેવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે. આંતરમાળખાના ક્ષેત્રમાં જીડીપમાં ૪-૫ ટકા ખાધ છે. જો આ ખાધ પૂરી થાય તો આર્થિક વૃદ્ધિને વેગ મળી શકે. પછી આંતરમાળખા પાછળ ખર્ચેલા એક ટકાથી જીડીપીમાં બે ટકા વૃદ્ધિ થશે. 

જ્યારે વૈશ્વિક અર્થતંત્રો સાથે સરખામણી કરવામાં આવે તો ભારતીય આંતરમાળખું ઉતરતી કક્ષાનું છે. ટેલિકૉમ, રાજમાર્ગો અને રેલવેનું કામકાજ સુધર્યું છે. જો ચીન સાથે સરખામણી કરવામાં આવે તો ભારત માથાદીઠ આવકમાં પણ પાછળ દોડી રહ્યું છે. જો અન્ય વિકાસશીલ દેશો સાથે સરખામણી કરવામાં આવે તો ભારતમાં વીજ પૂરવઠો અને માથા દીઠ તેનો વપરાશ, ઇન્ટરનેટ જોડાણ, ઉડ્ડયન અને બંદરગાહની ગુણવત્તા ઓછી છે. આંતરમાળખું લીઝ પર આપવું અને ધિરાણ સેવાઓ (IL&FS)ની કટોકટી પછી, મેન્યુફૅક્ચરિંગ ઉદ્યોગને ખૂબ ફટકો પડ્યો છે. બૅન્કિંગ ઇત્તર ધિરાણ નિગમો (એનબીએફસી)એ વિકાસ પરિયોજનાઓને ધિરાણ આપવાનું બંધ કર્યું છે. વધતી જતી વસતિની જરૂરિયાતોને પહોંચી વળવા, પ્રવર્તમાન આંતરમાળખાના વિકાસની સાથે નવી પ્રણાલિઓ વિકસાવવી જ રહી. આ પ્રાપ્ત કરવા માટે કડક નિયંત્રણકારી વ્યવસ્થા સ્થાપવી જોઈશે.

સામાજિક રીતે પછાત વર્ગોના ઉત્થાન માટે, ખર્ચ આરોગ્યકાળજી અને શિક્ષણ સુધારવા પાછળ કરવો જ જોઈએ. મૂળભૂત સુવિધાઓ માટે કરાયેલા મૂડીરોકાણનાં પરિણામ આવતા લાંબો સમય લાગી શકે છે. પરંતુ માત્ર પસંદગીનાં ક્ષેત્રોમાં વૃદ્ધિથી જ દેશનું અર્થંતંત્ર ન બચી શકે. ચીનના મજબૂત સ્પર્ધક બનવા, કામચલાઉ રાહત પેકેજની અવગણના કરવી જોઈએ અને પડકારોનો તરત જ હલ કાઢવો જોઈએ. ગરીબ લોકોની આજીવિકા સુધારવા માટે પગલાં લેવાવાં જ જોઈએ. આ પગલાંઓ તેમની આવક અને કૌશલ્ય વિકસાવવા માટે હોવાં જોઈએ. સ્વતંત્રતાની શરૂઆતના દિવસોમાં સ્થપાયેલી વિકાસ બૅન્કો હવે વ્યાવસાયિક બૅન્કો બની ગઈ છે. આ બૅન્કોની ધિરાણ પ્રણાલિ તેની મૂડી અને દેવામાં અસમાનતા માટે જવાબદાર છે. આથી જ તેઓ મોટી વિકાસ પરિયોજનાઓને ધિરાણ આપવા ખાસ ઉત્સુક નથી. આથી સરકારોએ વિકાસ બૅન્કોની સંખ્યા વધારવી જોઈએ. 

વર્તમાન આર્થિક પરિદૃશ્યમાં, સરકારનો ખર્ચ મહત્ત્વનું પરિબળ બની રહે છે. પરંતુ કેન્દ્ર સરકારની નાણાકીય ખાધ એફઆરબીએમે નિર્ધારિત કરેલી મર્યાદા ક્યારની વટી ગઈ છે. જોકે સરકાર આટલી મોટી રકમ ખર્ચી શકે કે કેમ તે હજુ શંકાસ્પદ છે. અસીમ સરકારી ખર્ચથી મોંઘવારી પણ વધી શકે છે. વર્તમાન કટોકટીનો જવાબ આ મુદ્દાને ઉકેલવાના સરકારના નિર્ણયોમાં રહેલો છે. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી રથીન રોય મુજબ, ભારતીય અર્થતંત્ર પર વિશાળ કટોકટીના ઓળા ઝળુંબી રહ્યા છે. ઉચ્ચ સામાજિક-આર્થિક વર્ગમાં રહેલા ૧૦ કરોડ લોકોની ખરીદીની જરૂરિયાતોએ અત્યાર સુધી દેશના અર્થતંત્રને પ્રભાવિત કર્યું છે. તેમણે તેમને જરૂરી છે તે ઉત્પાદનો અને સેવાઓ ક્યારની પ્રાપ્ત કરી લીધી છે. પરિણામે, સંબંધિત ક્ષેત્રોમાં સુસ્તી આવી ગઈ છે. 

ભારત જેવાં વિકાસશીલ અર્થતંત્રોમાં આ નુકસાનરૂપ છે. સંપત્તિ વિતરણમાં અસમાનતા અર્થતંત્ર માટે મોટો ફટકો છે. જો અસમાનતા હજુ પણ વધતી જશે તો નીચલો વર્ગ ઉચ્ચ વર્ગ તરફ આગળ વધે તેના સમયગાળામાં ખૂબ વિલંબ થશે. વૃદ્ધિ દર જાળવી રાખવા, સરકારે આર્થિક અને માનવ સંસાધનો વ્યાપકપણે એકઠાં કરવાં જોઈએ. જો આર્થિક અસમાનતા વધશે તો માનવ સંસાધનો પ્રાપ્ય બનવામાં ઘટાડો આવશે. બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા આવાં પરિદૃશ્યનાં ઉદાહરણો છે. આ બંને દેશો લાંબા સમય સુધી તેમના વૃદ્ધિ દરમાં પૂરપાટ આગળ વધી રહ્યા હતા પરંતુ તેનાથી મોટા ભાગના નાગરિકોની જિંદગીમાં પરિવર્તન લાવી શક્યા નહીં. આનું પુનરાવર્તન ભારતમાં પણ થયું છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.