આ ખુલાસો એવા સમયે આવ્યો છે જ્યારે સરકાર માફી યોજના લાવી શકે છે. તેવા અહેવાલ પ્રસિદ્ઘ થઈ રહ્યા છે. જેમાં લોકો અને ધંધાકીય એકમોને કોઈ કાર્યવાહી વિના રોકાણનો ખુલાસો કરવાની મંજૂરી આપશે. ઈન્કમટેક્ષ વિભાગ સોના માફી યોજના અંગે મીડિયામાં ચાલતા અહેવાલો મુજબ કોઈ માફી યોજના નહીં લાવે. બજેટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે પહેલા આ પ્રકારના તુક્કા ચાલતા જ હોય છે.
મીડિયામાં ચાલતા અહેવાલ મુજબ સરકાર સોના માફી યોજના લાવી ગેરકાયદેસર રીતે સોનામાં રોકાણ કરનારને તે જાહેર કરવાની તક આપશે. પરંતુ, આજે સત્તાવાર માહિતી બહાર આવતા આ તમામ બાબતો ખોટી સાબિત થઈ છે.
એક અંદાજ મુજબ ભારતીયો પાસે આશરે 20,000 ટન સોનું જમા હશે. જો કે, વારસાગત મળેલા સોનાની પણ ગણતરી કરવામાં આવે તો ભારતમાં 20,000-30,000 ટન સોનાનો વાસ્તવિક ભંડાર હોવાનું અનુમાન છે.