ETV Bharat / business

Old Pension Scheme : જૂની પેન્શન યોજના પર પાછા ફરવાનો પ્રસ્તાવ નથી : કેન્દ્ર - જૂની પેન્શન યોજના

કેન્દ્રએ સોમવારે સ્પષ્ટતા કરી હતી કે તેની પાસે જૂની પેન્શન યોજના (Old Pension Scheme) પર પાછા ફરવાનો કોઈ પ્રસ્તાવ નથી જે 2004 પહેલાં સેવામાં જોડાયેલા તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડે છે.

Old Pension Scheme : જૂની પેન્શન યોજના પર પાછા ફરવાનો પ્રસ્તાવ નથી : કેન્દ્ર

author img

By

Published : Mar 15, 2022, 12:23 PM IST

નવી દિલ્હી: કેન્દ્રએ સોમવારે સ્પષ્ટતા કરી કે તેની પાસે જૂની પેન્શન યોજના (Old Pension Scheme) પર પાછા ફરવાનો કોઈ પ્રસ્તાવ નથી જે 2004 પહેલાં સેવામાં જોડાયેલા તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડે છે. જૂની પેન્શન યોજનામાં પાછા ફરવાની કોઈ દરખાસ્ત નથી. 1 જાન્યુઆરી 2004ના રોજ અથવા તે પછી જોડાનાર કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને નવી પેન્શન યોજના (New pension Scheme) દ્વારા બદલવામાં આવી હતી.

આ પણ વાંચો: જૂની પેન્શન યોજનાથી કેટલી અલગ છે નવી યોજના, જાણો સંપૂર્ણ માહિતી

કેન્દ્ર પાસે જૂની પેન્શન યોજના પર પાછા ફરવાનો કોઈ પ્રસ્તાવ નથી : એક પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય પ્રધાન ભગવત કરાડે લોકસભામાં જણાવ્યું હતું કે, રાજસ્થાન સરકારની જેમ કેન્દ્ર સરકાર પાસે જૂની પેન્શન યોજના (Old Pension Scheme) પર પાછા ફરવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ વર્ષે ફેબ્રુઆરીમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે જાહેરાત કરી હતી કે તે 1 જાન્યુઆરી, 2004 અથવા તે પછી સેવાઓમાં જોડાનારા તમામ કર્મચારીઓ માટે રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરશે.

જૂની પેન્શન યોજના પર પરત ફરશે : આ વર્ષે 23 ફેબ્રુઆરીએ બજેટ ભાષણમાં જાહેર કરાયેલ રાજસ્થાન સરકારના નિર્ણયથી અન્ય રાજ્યો પણ પ્રભાવિત થયા હતા અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સમાન માંગણીઓ કરી હતી. રાજસ્થાન સરકાર બાદ કોંગ્રેસ શાસિત અન્ય રાજ્ય છત્તીસગઢે પણ જૂની પેન્શન યોજના (Old Pension Scheme) લાગુ કરવાની જાહેરાત કરી છે. બુધવારે રજૂ કરવામાં આવેલા રાજ્યના બજેટમાં, છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે જાહેરાત કરી હતી કે, રાજ્ય પણ રાજસ્થાન મોડલને અનુસરશે અને જૂની પેન્શન યોજના પર પરત ફરશે. બંને રાજ્ય સરકારોના નિર્ણયથી અન્ય રાજ્યોમાં પણ જૂની પેન્શન યોજનાઓ લાગુ કરવાની માગણીઓ ઉભી થઈ છે.

જૂની વિ નવી પેન્શન યોજના : જાહેર નાણાં પર ભારે નાણાકીય બોજને કારણે, જૂની પેન્શન યોજના (Old Pension Scheme), જે હેઠળ સરકારી કર્મચારીઓ તેમના સેવા સમયગાળા દરમિયાન કોઈ યોગદાન આપ્યા વિના નિવૃત્તિ પછી તેમના પગારનો ચોક્કસ ભાગ પેન્શન તરીકે મેળવવા માટે હકદાર હતા. તે જાન્યુઆરી 2004 થી પાછી ખેંચી લેવામાં આવી હતી.

જૂની પેન્શન યોજના નિર્ધારિત લાભ પદ્ધતિ પર આધારિત : જૂની પેન્શન યોજના (Old Pension Scheme) નિર્ધારિત લાભ પદ્ધતિ પર આધારિત હતી, કારણ કે કર્મચારીઓને તેમના સેવા સમયગાળા દરમિયાન કોઈપણ યોગદાન આપ્યા વિના તેમના છેલ્લા ખેંચવામાં આવેલા પગારની નિશ્ચિત રકમની ખાતરી આપવામાં આવી હતી, જેનું સ્થાન નવી પેન્શન યોજના દ્વારા લેવામાં આવ્યું હતું. નવી પેન્શન યોજના હેઠળ, સરકારી કર્મચારીઓ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત પેન્શન ફંડમાં તેમના પગારની ચોક્કસ રકમનું યોગદાન આપે છે અને નિવૃત્તિ પર એક સામટી રકમ મેળવે છે.

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) : નેશનલ પેન્શન યોજના (Old Pension Scheme) (NPS) 1 જાન્યુઆરી, 2004 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે દાખલ કરવામાં આવી હતી. તેનો હેતુ આર્થિક રીતે ટકાઉ રીતે વૃદ્ધાવસ્થાની આવક સુરક્ષા પૂરી પાડવાનો છે જ્યાં કર્મચારીઓ સામાજિક સુરક્ષાના બોજનો એક ભાગ સહન કરે છે જ્યારે સરકાર પેન્શન ફંડમાં તેનો હિસ્સો પણ આપે છે.

આ પણ વાંચો: નવી સરકારી પેન્શન યોજના સામે સરકારી કર્મચારીઓની Gujarat High Courtમાં પિટીશન, કોર્ટે સરકારને નોટિસ ફટકારી

નવી પેન્શન સિસ્ટમ કેન્દ્ર, રાજ્ય સરકારો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા અપનાવવામાં આવી : NPS નો ઉદ્દેશ્ય સમજદાર રોકાણો દ્વારા અર્થતંત્રના ઉત્પાદક ક્ષેત્રોમાં નાની બચતને ચેનલાઇઝ કરવાનો છે. નવી પેન્શન યોજના (Old Pension Scheme) કેન્દ્ર અને રાજ્ય સરકારો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા અપનાવવામાં આવી છે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ પણ સ્વૈચ્છિક ધોરણે NPSમાં રોકાણ કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.